કોરોના ફેલાયો છે તેવામાં બચો આવા ખોરાક ખાવાથી

0
17

સોડા

સોડા માણસની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. સોડામાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે છે જે હાનિકારક સાબિત થાય છે.

એક જ તેલનો વારંવાર ઉપયોગ જો તમે એકવાર ઉપયોગમાં લીધેલા તેલનો ફરીથી ઉપયોગ રસોઈમાં કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ પ્રકારનું તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ સ્વાદમાં સારા લાગે છે પરંતુ તે ધીમે ધીમે શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરી દે છે.

કેફીન

કેટલાક લોકો કોફી પીવાના ખૂબ શોખીન હોય છે. કોફીમાં રહેલું કેફીન રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. તેથી કોફી પીવામાં પણ નિયંત્રણ કરવું ખૂબ જ જરુરી છે.

રેડી ટુ ઈટ ફૂડ

આજકાલ બજારોમાં પ્લાસ્ટિકમાં પેક ફળ અને રેડી ટુ ઈટ જેવા સૂપ અને નાસ્તા મળે છે. આ વસ્તુઓ પણ સ્વાસ્થ્યને સુધારવાને બદલે ખરાબ કરી શકે છે. તેથી હાલના સમયમાં આવા ખોરાક લેવાનું ટાળવું.

તૈયાર અથાણું

ઘણા લોકોને ભોજન સાથે અથાણું લેવાની આદત હોય છે. પરંતુ તૈયાર અથાણામાં કેમિકલનું પ્રમાણ હોય છે તેથી તે પણ સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે.

મીટ

વર્તમાન સમયમાં મીટ ખાવું હાનિકારક સાબિત થઈ શકે છે.

વાસી ખોરાક

વાસી ખોરાકથી તો હમણા દૂર જ રહેવું સારું છે.