અનિવાર્ય કારણો સિવાય ઇરાક જવાનું ટાળજો: રવીશ કુમાર

0
11

નવી દિલ્હી તા. 8 જાન્યુઆરી 2020 બુધવાર

કેન્દ્રના વિદેશ ખાતાએ એક જાહેર સૂચના પ્રગટ કરતાં નાગરિકોને જણાવ્યું હતું કે અનિવાર્ય હોય તો જ ઇરાકની મુલાકાત લેવી, અન્યથા ઇરાક તરફ જવાનું ટાળવું.

છેલ્લા થોડા દિવસથી ઇરાન અને અમેરિકા વચ્ચે અથડામણ ચાલી રહી છે. અમેરિકાએ ગયા સપ્તાહે ઇરાકની રાજધાની બગદાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો હતો જેમાં ઇરાનના ટોચના લશ્કરી અધિકારી કાસિમ સુલેમાની અને અન્ય સાત જણ ઠાર થયા હતા.

ત્યારબાદ ઇરાન અમેરિકા વચ્ચેના ટેન્શનમાં જબરો વધારો થયો હતો. ઇરાને વળતા હુમલા તરીકે બગદાદમાં અમેરિકી લશ્કરી મથકો પર બાર મિસાઇલ છોડ્યા હતા જેના પરિણામે બગદાદમાં આમ નાગરિકો નાસભાગ કરતા થઇ ગયા હતા. વૉશિંગ્ટનમાં બેઠેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સાથી થથરી રહ્યા હતા પરંતુ કશું કરવાની સ્થિતિમાં નહોતા. પેન્ટાગોને એવું નિેવેદન પ્રગટ કર્યું હતું કે ઇરાને કરેલા મિસાઇલ હુમલાથી થયેલા નુકસાનનો અંદાજ અમે કાઢી રહ્યા હતા.

દરમિયાન, ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા રવીશ કુમારે એક જાહેર અપીલમાં કહ્યું હતું કે અનિવાર્ય કારણો સિવાય ભારતીય નાગરિકોએ ઇરાક જવાનું ટાળવું. બીજી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ઇરાકનો પ્રવાસ કરવાની કોઇ યોજના કરવી નહીં.

જો કે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે બગદાદમાં રહેલા ભારતીય રાજદૂતાવાસના કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામકાજ કરતા રહેશે. તેમની સુરક્ષા વ્યવસ્થા પર ભારત સરકાર નજર રાખી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here