વજન ઓછું કરતા સમયે આ ભૂલ કરવાથી બચો, નહીંતર ફરી થઈ થશો જાડાપણાનો શિકાર

0
5

જાડાપણાનું કારણ જમવાની આદતને માનવામાં આવે છે. જો તમે જરૂરિયાતથી વધારે ફેટ, સ્વીટ, ફાઈડ ફૂડ, બેક્ડ ફૂડ્સ ખાવ છો તો તેજીથી જાડાપણાનો શિકાર થઈ જાવ છો. ભોજનમાં ફેરફારની સાથે તમારે કેટલીક વસ્તુઓને બિલકુલ પણ ખાવી જોઈએ નહી. વજન બે કારણથી વધે છે, પ્રથમ અસ્વસ્થ ખાનપાન અને શારીરિક ગતિશીલતામાં ખામી. કેટલાક લોકો વજન ઓછુ કરતા સમયે મેહનત તો પૂર્ણ કરે છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલો પણ કરી દેતા હોય છે. જે કારણે જાડાપણુ અથવા વજન ઓછુ થવાની જગ્યાએ વજન વધવા લાગે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને એ વાતની જાણકારી નથી હોતી. તો આવો જાણીએ વજન ઓછુ કરવા માટે કંઈ ભૂલો કરવાથી બચવુ જોઈએ.

નાસ્તો સ્કિપ કરવો

નાશ્તો ન કરવાથી પાચનક્રિયા ઓથી થઈ જાય છે. આવુ કરવાથી દિવસમાં વારંવાર ભૂખ લાગે છે. જે કારણે ઓવર ઈટિંગ પણ થઈ જાય છે. તમારી આ ભૂલ તમને જાડાપણાનો શિકાર બનાવી દે છે. તેથી દરરોજ નાશ્તો જરૂર કરો અને કોશિશ કરો હેલ્દી વસ્તુ જ ખાવ. સવારે 8 થી 10 ની વચ્ચે નાશ્તો કરો.

વધારે એક્સરસાઈઝ કરવી

ઘણી વખતો લોકોને લાગે છે કે, જેટલી વધારે એક્સરસાઈઝ કરશે તેટલી જલ્દી વજન ઓછુ થશે, પરંતુ આવુ બિલકુલ પણ ન કરો. વધારે એક્સરસાઈઝ કરવાખી ભૂખ વધારે લાગે છે. જેના કારણે માણસ ઓવર ઈટિંગ કરવા લાગે છે. આવુ કરવું વજન ઓછુ કરવાની જગ્યાએ વધારે છે.

ફેટવાળા ફૂડ્સને ન લેવુ

ઘણીવખત લોકો વજન ઓછુ કરવા માટે ફેટવાળા ફૂડ્સને ડાયટમાં સામેલ કરતા નથી, પરંતુ આવુ કરવુ ખોટુ હોય છે. ફેટ તમારા વધારે ખાવાની લાલસાને દબાવી દે છે જેથી તમારુ મેટાબોલિજમ દુરસ્ત રહે છે. તેથી ફેટવાળા કેટલાક ફૂડ્સને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.

પર્યાપ્ત પાણી પીવુ

વજન ઘટાડવા માટે દિવસભરમાં ઓછામા ઓછુ 8 થી 10 ગ્લાસ પાણી પીવુ જરૂરી છે. જે લોકો આવુ કરતા નથી, તેમનુ મેટાબોલિજ્મ સ્લો થઈ જાય છે. એવામાં આપણે જે ખાઈએ છીએ તે સારી રીતે પચી શકતુ નથી અને ફેટમાં બદલી જાય છે.