ખબરદાર જો કાગડાને હેરાન કર્યો તો, નહીં તો આ ભાઇ જેવા થશે ભૂંડા હાલ

0
0

શિવા કેવટ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુમેલા ગામના રહેવાસી છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી અજીબો-ગરીબ સમસ્યાથી પીડાય છે. દરરોજ જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે છે તો તેઓ હેરાન-પરેશાન દેખાય છે અને આકાશની તરફ જ જોતા રહે છે. તેમનો ‘આકાશી આફત’ પીછો જ છોડી રહ્યું નથી.

ઘરેથી નીકળતા જ થોડાંક કદમ ચાલતા તેમના પર કાગડાઓ તૂટી પડે છે અને પોતાના પંજા અને ચાંચથી તેમના માથા પર સખ્ત પ્રહારો કરે છે. કયારેક કયારેક તો કાગડાઓનું આખું ઝૂંડ જ હુમલો કરે છે અને કયારેક એક કાગડો જ તેમને જોતા કાં-કાં કરીને શોરબકોર કરતાં પ્રહારો કરે છે.

દરરોજ કરે છે પ્રહારો

શિવા ગમે ત્યારે ઘરની બહાર નીકળે કાગડા તેમના પર હુમલો કરે અને આખા ગામના લોકોને મનોરંજન પૂરું પડે છે, તેઓ શિવાના ઘરની પાસે કલાકો સુધી ફરતા રહે છે અને રાહ જુએ છે કે કયારે શિવા બહાર નીકળે અને કાગડાઓ તેમના પર પ્રહારો કરે.

ત્રણ વર્ષ પહેલાની વાત છે

શિવાની મુસીબતની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં ત્યારે થઇ હતી જ્યારે તેમણે લોખંડની જાળીમાં ફસાયેલા કાગડાના એક બચ્ચાને નીકાળવાની કોશિષ કરી હતી. શિવા કહે છે તેને મારા હાથમાં જ શ્વાસ છોડી દીધો હતો. જો હું કાગડાને સમજાવી શકયો હોત તો હું કહી શકત કે હું માત્ર તેની મદદ કરવા માંગતો હતો, પરંતુ તેઓ સમજે છે કે મેં જ તેને મારી નાંખ્યો છે.

કાગડાઓ નિભાવી રહ્યા છે દુશ્મની

હવે શિવા એક લાકડી સાથે રાખે છે અને માથા પર આવતા કાગડાને તેનાથી ડરાવીને ભાગે છે. શિવાના શરીર પર કેટલીય જગ્યાએ ઇજા છે માથા પર સૌથી વધુ છે. શિવા એ વાતથી હેરાન છે કે કાગડા પણ કોઇની સાથે દુશ્મની રાખી શકે છે અને વ્યક્તિના ચહેરાને યાદ રાખી શકે છે.

રિસર્ચકર્તાની પુષ્ટિ

અમેરિકન યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનના રિસર્ચરનું કહેવું છે કે કાગડાની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે અને તે એ વ્યક્તિનો ચહેરો યાદ રાખે છે, જેણે તેને હેરાન કર્યો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here