એવોર્ડ : ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લાની શાળાની પસંદગી

0
0

ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી 5 શાળા પસંગદગી કરાઇ હતી. જેમાં થાનગઢના સરોડીની પ્રાથમિક શાળાની પણ પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરાયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અને આઇઆઇટી ગાંધીનગર એસએએસસી ડબલ્યુના હેડ ડો.મેહુલ દવે, ડિપાર્ટમેન્ટ અને એમ.એસ.દર્શના લીખડા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરફથી સમગ્ર ગુજરાત ભરની 180 શાળાઓમાંથી વિગતો મગાવી 5 શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી.

આ અંગે શાળાના આચાર્ય કેતન ગોહેલ, દિપ્તિબેન ગોહેલે જણાવ્યું કે, ગાર્ડન બનાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સી.ટી.ટુંડિયા, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી ગઢવીભાઇ, બીઆરસી પ્રવિણભાઇ તાલુકાકક્ષાએ પ્રોત્સાહન આપ્યુ હતુ. શાળાના સ્ટાફ નટુદાદા, લાભુબેન, હિતેશભાઇ, જાગૃતિબેન, તરલાબેન, પ્રિયાબેન,મોષમીબેન, કોમલબેન, શક્તિગૃપ મંડળ, ભીમગૃપ સહિતનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું.

ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્ણફૂટતી, ગિલોય, એલોવીરા, તુલસી,મિન્ટ, શતાવરી, અજમો, ડમરી જેવા વિવિધ ઔષધિઓ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફ્લાવર, ટમેટા, રિંગણા જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, વાસના વિવિધ ગેટ પણ બનાવાયા છે. આમ શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાશે.

વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે
8 વિઘા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં 1500થી 2000 જેટલા શાકભાજી, ઔષધીય, ફળ-ફૂલના વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા 450 છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ કરાય છે.આમ સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમી જો બહારની તરફ 43થી 44 ડિગ્રી હોય તો શાળામાં 37થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here