એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને દર વર્ષે કુલ 6 હજાર રૂપિયાનું મળશે કેશબેક

0
6

દેશની મુખ્ય ઈ-વોલેટ કંપનીઓમાંથી એક ફ્રીચાર્જ (Freecharge) દ્વારા યુઝર્સ મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ, બસ બુકિંગ, ગોલ્ડની ખરીદી, વગેરે કરી શકે છે. તેમજ કેટલાક યુઝર્સ આ એપ પર પેમેન્ટ કરતા સમયે કેશબેક પણ પ્રાપ્ત કરવા માગે છે. આજે અમે તમને એવા ક્રેડિટ કાર્ડ વિશે જણાવીશું જેના દ્વારા ફ્રીચાર્જ એપ પર પેમેન્ટ કરવાથી તમને 5 ટકા કેશબેક મળશે.

એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડ

એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્રીચાર્જ એપ અથવા વેબસાઈટ પર કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવા પર 5 ટકા કેશબેક મળે છે. આ કેશબેક ફ્રીચાર્જ પર ચાલી રહેલી ઓફર ઉપરાંત મળે છે.

જો કે, કેશબેક પર 500 રૂપિયાની કેપિંગ છે. એટલે કે તમે એક બિલિંગ સાયકલમાં 500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. બેંકના જણાવ્યા પ્રમાણે, એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડના ગ્રાહકોને દર વર્ષે કુલ 6 હજાર રૂપિયાનું કેશબેક મળશે.

એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડના ફિચર્સ

ફ્રીચાર્જ એપ પર કોઈપણ કેટેગરી (મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ, બસ બુકિંગ, DTH રિચાર્જ વગેરે)માં ખર્ચ કરવા પર 5 ટકા કેશબેક

Ola, Uber, Shuttle પર 2 ટકાનું કેશબેક

અન્ય તમામ ટ્રાન્ઝેક્શન પર 1 ટકા કેશબેક

કોઈપણ વોલેટ લોડ પર કોઈ કેશબેક નહીં મળે

આ ક્રેડિટ કાર્ડની જોઇનિંગ ફી 250 રૂપિયા છે

આ ક્રેડિડ કાર્ડની એન્યુઅલ ફી 250 રૂપિયા છે

વર્તમાન બિલિંગ સાયકલમાં આપવામાં આવેલું કેશબેક બીજા બિલિંગ ડેટથી 3 દિવસ પહેલા ક્રેડિટ કાર્ડના અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here