એક્સિસ બેંકે વિઅર એન પે વિઅરેબલ કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઈસ લોન્ચ કર્યું

0
6

ડિજિટલ પેમેન્ટમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને એક્સિસ બેંકે વિઅર એન પે વિઅરેબલ કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઈસ લોન્ચ કર્યું છે. આ ડિવાઈસ બેન્ડ, Key Chain અને વોચ લૂપની સાથે પહેરી શકાય છે. તેની કિંમત 750 રૂપિયા છે.

બેંક અકાઉન્ટ સાથે કનેક્ટ થાય છે

આ ડિવાઈસ એક્સિસ બેંકના ગ્રાહકોના ખાતા સાથે જોડાયેલું હોય છે અને તે એક ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે. તે કોઈપણ મર્ચન્ટ સ્ટોર પર ખરીદીને મંજૂરી આપે છે જે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનનો સ્વીકાર કરે છે. વિઅર એન પે ડિવાઈસને ફોન પર અથવા કોઈપણ એક્સિસ બેંકની બ્રાંચમાંથી ઓર્ડર કરી શકાય છે.

પિન નાખ્યા વગર 5 હજાર સુધી પેમેન્ટ કરી શકાશે

તેના દ્વારા તમે પિન નાખ્યા વગર પણ 5 હજાર રૂપિયા સુધીની ચૂકવણી પોઈન્ટ ઓફ સેલ (PoS) મશીન પર કરી શકો છો. 5 હજાર રૂપિયાથી વધારે ચૂકવણી પર પિનની જરૂર પડશે. તે સિવાય તેનાથી પેમેન્ટ કરવાથી તમને કેટલીક ખાસ બ્રાન્ડ્સ પર 10% સુધીનું કેશબેક મળશે. તે સિવાય છેતરપિંડી થાય તો તેમાં તમારું નુકસાન પણ કવર કરવામાં આવશે.

એક્સિસ બેંકે શરૂ કરી વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસ

એક્સિસ બેંકના કસ્ટમર્સ હવે વ્હોટ્સએપ પર પણ મૂળભૂત બેંકિંગ સુવિધાઓ મેળવી શકશે. આ સર્વિસમાં બેંકની રજાઓ નથી આવતી, એટલે કે આ સુવિધા 24*7 કલાક મળશે. વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસ શરૂ કરવા માટે વ્હોટ્સએપ પર 7036165000 ‘Hi’મોકલવું પડશે.

વ્હોટ્સએપ સર્વિસથી કસ્ટમર્સ તેમના અકાઉન્ટમાં રહેલી રકમ, તાજેતરના ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવી શકશે. તેના કસ્ટમર્સ વ્હોટ્સએપ પર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની ડિટેઈલ પણ મેળવી શકશે. તેઓ આ સર્વિસ દ્વારા તેમના સવાલના જવાબ રિઅલ ટાઈમ બેઝિસ પર તરત મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here