એક્સિસ બેંકે વ્હોટ્સએપ સાથે કરાર કર્યો : કોઈપણ સમયે કસ્ટમર્સને બેંકિંગની સુવિધા મળશે.

0
4

પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેંકના કસ્ટમર્સ માટે એક નવા સમાચાર છે. તેઓ હવે વ્હોટ્સએપ પર પણ બેઝિક બેંકિંગ સુવિધાઓ મેળવી શકશે. આ સર્વિસમાં બેંકની કોઈ રજાઓ પણ નહીં હોય, એટલે કે આ સુવિધા આખું વર્ષ, દિવસ-રાત મળશે. વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસ શરૂ કરવા માટે વ્હોટ્સએપ નંબર 7036165000 પર ‘Hi’ લખવું પડશે.

કસ્ટમર્સ અને નોન કસ્ટમર બંને માટે સુવિધા

કંપનીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ સર્વિસ બધાને મળશે. એટલે કે જે બેંકના કસ્ટમર નહીં હોય, તેઓ પણ આ વ્હોટ્સએપ સર્વિસ યુઝ કરી શકશે. આ સર્વિસ સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે કેમ કે એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્ટેડ મેસેજિંગ ચેનલ દ્વારા મળશે.

ખાતાની રકમ, તાજેતરના ટ્રાન્ઝેક્શનની માહિતી મળશે

બેંકના જણાવ્યા પ્રમાણે, તેમની વ્હોટ્સએપ સર્વિસથી કસ્ટમર્સ તેમના ખાતામાં રહેલી રકમ, તાજેતરના ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકશે. તેના કસ્ટમર્સ વ્હોટ્સએપ પર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની માહિતી પણ મેળવી શકશે. તેઓ આ સર્વિસ દ્વારા તેમના સવાલોના જવાબ રિયલ ટાઈમ બેઝિસ પર તરત મેળવી શકશે.

બેંકિંગ પ્રોડક્ટ માટે અપ્લાય પણ કરી શકાશે

વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસ દ્વારા કસ્ટમર્સ બેઝિક સુવિધાઓની સાથે નજીકની શાખા, ATM અથવા લોન સેન્ટરની જાણકારી મેળવી શકાશે. તેના દ્વારા તેઓ ઘણા પ્રકારની બેંકિંગ પ્રોડક્ટસ માટે એપ્લિકેશન પણ આપી શકશે. સૌથી મોટી વાત એ છે કે, બેંકના કસ્ટમર્સ તેના દ્વારા તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને બ્લોક પણ કરી શકશે.

‘કસ્ટમરના અનુભવમાં નવીનતા લાવવાનો છે હેતુ’

એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને હેડ-ડિજિટલ બેંકિંગ સમીર શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, અમારા કસ્ટમર્સના જીવનમાં અમે જે રોલ નિભાવીએ છીએ તેમાં નવીનતા લાવવાનો અમારો હેતુ છે. ‘તેના માટે અમે અમારા ડિજિટલ બેંકિગ દ્વારા કસ્ટમરની સાથેના કનેક્શનને નવા સ્તરે લઈ જઈશું. આ ટેક્નોલોજીથી ન માત્રા અમારો બેંકિંગ એક્સપિરિયન્સ સારો થશે પરંતુ કસ્ટમર્સ અને નોન કસ્ટમર્સને પર્સનલાઈઝ્ડ સર્વિસ પણ મળશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here