સુરત : કામરેજ તાલુકાના ડુંગર ગામે એક્સિસ બેંકનુ ATM ત્રણ તસ્કરોએ તોડ્યુ પણ હાથ કંઈ ન લાગ્યું

0
0

સુરતઃકામરેજ તાલુકાના છેવાડાના ડુંગર ગામે આવેલા એકસીસ બેંકના એટીએમ તોડી રોકડ ચોરી જવાની કૌશીશ કરવામાં આવી હતી.પરંતુ તસ્કરો કઈ લઈ જવા પામ્યા ન હતા.બેકના સીસીટીવ કેમેરા તેમજ એટીએમમાં નુકશાન કરી નાસી છુટયા હતા.

દસ મીનીટ મથામણ કરાઈ

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી મુજબ સુરત પાલનપુર જકાતનાકા પાસે સાંઈ સુષ્ટિ માં એ 204 ફલેટ નંબર માં રહેતા આશિષભાઈ કુષ્ણકાંતભાઈ પ્રજાપતિ રહે છે.કામરેજ તાલુકાના છેવાડાના ડુંગર ગામે આવેલી એકસીસ બેંકમાં બ્રાંન્ચ હેડ તરીકે નોકરી કરે છે.બેંકમાં શનિ અને રવિવારની રજા હોવાથી બેંક બંઘ હતી.સોમવારના રોજ સવારે બેંકમાં જ નોકરી કરતા પટાવાળા સંજયભાઈ બુઘીયાભાઈ ચૌઘરી રહે-ડુંગર તા-કામરેજ 5.30 કલાકે બેંકનુ ATM તુટેલુ જોતા બ્રાન્ચ હેડને ટેલીફોનીક જાણ કરતા તુંરત જ આશિષભાઈ ડુંગર ગામે દોડી આવીને કામરેજ પોલીસને જાણ કરતા ઈ.ચાર્જ પીઆઈ એચ.એમ.ગોહિલ તેમજ બીટ જમાદાર રમેશભાઈ બેંક પર દોડીઆવીને તપાસ કરતા બેંકના ATM ના નિચેનો ભાગનો દરવાજો તોડી કવર ખોલી નાંખ્યુ હતુ.

ATMમાં લગાવેલા સીસીટીવી કેમેરા તેજ સાયરન પણ તોડી નાંખ્યુ હતુ.પરંતુ તસ્કરો ATMમાંથી કેસ લઈ જવા પામ્યા ન હતા.બેંકમાં રાખેલા ડીવીઆરમાં જોતા તસ્કરો મોડી રાત્રીના 2.30 કલાકે મોઢે બુકાની બાંઘી ત્રણ ઈસમો આવ્યા હતા.એક ઈસમ કેમેરા તેમજ સાઈરન તોડતો હતો.અંદરના પણ બે કેમેરા તોડી નાંખ્યા હતા.દસ મીનીટ બાદ કસુ હાથ ન લાગતા ત્રણેય ઈસમો નાસી છુટયા હતા.જે અંગે કામરેજ પોલીસમાં અંદાજે 22000નુ નુકશાન તેમજ ચોરીના પ્રયાસની ફરિયાદ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here