અયોધ્યા વિવાદ: નિર્મોહી અખાડાએ કોર્ટમાં કહ્યું કે વર્ષો સુધી હતો અમારી પાસે રામજન્મભૂમિનો કબજો

0
26

દેશમા રામજન્મભૂમિ બાબરી મસ્જીદ વિવાદ પર મધ્યસ્થતા નિષ્ફળ નીવડયા બાદ સુપ્રિમ કોર્ટમા આ મુદ્દે આજથી કેસની સુનવણી શરૂ કરવામા આવી છે. આ સુનવણી આગામી ૧૦૦ દિવસ દરરોજ હાથ ધરવામા આવશે.

આ સુનવણીમા આજે નિર્મોહી અખાડાના વકીલ સુશિલ કુમાર જૈને સુનવણી દરમ્યાન કહ્યું કે કેસ મુખ્યત્વે માલિકી હક્ક અને તેના વ્યવસ્થાના અધિકારોને લઈને છે. નિર્મોહી અખાડાના વકીલ સુશિલ કુમાર જૈને પોતાનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે તેમનો ૧૦૦ વર્ષની વિવાદિત જમીન પર કબજો છે.

નિર્મોહી અખાડાના વકીલ સુશિલ કુમાર જૈને જણાવ્યું કે વિવાદિત સ્થળની અંદરના હિસ્સા પર પહેલેથી જ અખાડાનો અધિકાર હતો. અનેક વર્ષોથી પરિસર અને રામજન્મ સ્થાન પર અમારુ નિયંત્રણ હતું. જેમા બહારના પરિસરમાં સીતા રસોઈ, ચબુતરા, ભંડાર ગૃહ જે અખાડાના નિયંત્રણમા છે અને કોઈ મામલે કોઈ વિવાદ ન હતો.

જે સ્થળ પર અમારો કબજો હતો તે રામ જન્મ સ્થળના નામથી જાણીતું છે. આ પૂર્વે તેની પર નિર્મોહી અખાડાનો કબજો હતો. ૧૯૩૪ થી આ જગ્યાએ કોઈપણ મુસલમાનના પ્રવેશની અનુમતી ન હતી. તેની બાદ પક્ષકારો અમારી પાસેથી જબરજસ્તી સ્થળનો કબજો લીધો હતો.

નિર્મોહી અખાડાએ રામજન્મભૂમિ બાબરી મસ્જીદની ૨.૭૭ એકર વિવાદિત જમીન પર માલીકી હક્કનો દાવો કર્યો હતો. તેમજ તેના મેનેજમેન્ટ અને કબજાની માંગ કરી હતી.નિર્મોહી અખાડાના વકીલે કહ્યું કે મુસ્લિમ કાનુન મુજબ કોઈ વ્યકિત જમીનનો ગેરકાયદે કબજો લઈને તેના પર મસ્જીદનું નિર્માણ ના કરી શકે. એવામા જબરજસ્તી પડાવવામા આવેલી જમીન પર બનેલી મસ્જીદ ગેર ઇસ્લામિક છે અને તેના પર અદા કરવામા આવેલી નમાઝ કબુલ થતી નથી.

જેમા ચીફ જસ્ટીસ રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની ખંડપીઠ આ કેસની સુનવણી કરી રહી છે. આ ખંડપીઠમા જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડી.વાઈ.ચંદ્રચુડ,જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસએ. નજર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here