અયોધ્યા વિવાદ : ભાજપનાં વરિષ્ઠ નેતાનું મોટું નિવેદન, ‘કોર્ટ કંઇ પણ નિર્ણય લે, સરકાર પાસે છે બ્રહ્માસ્ત્ર’

0
19

અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, રામ મંદિર મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે પરંતુ સરકાર પાસે સંવિધાનની કલમ 300એ અંતર્ગત રાષ્ટ્રીયકરણનું બ્રહ્માસ્ત્ર છે.

કલમ 300એ અંતર્ગત કેસમાં જીતનારાને જમીન નહીં, વળતર આપવાનો અધિકાર છે. અયોધ્યાની કુલ 67.703 એકર જમીનમાંથી સુપ્રીમ કોર્ટમાં માત્ર 0.313 એકર ક્ષેત્ર જ વિવાદિત છે.અયોધ્યા વિવાદ એ એક રાજનીતિક, ઐતિહાસિક અને સામાજિક-ધાર્મિક વિવાદ છે. જે 90ના દશકમાં ઉભરાઇ આવ્યો હતો. આ વિવાદનો મૂળ મુદ્દો રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદની સ્થિતિને લઇને છે. વિવાદ એવો છે કે શું હિંદુ મંદિરને ધ્વસ્ત કરીને મસ્જિદ બનાવવામાં આવ્યું હતું કે મંદિરને મસ્જિદના રૂપમાં બદલી નાખવામાં આવ્યું હતું.

કોર્ટે આપ્યો હતો મધ્યસ્થતાથી રસ્તો નિકાળવાનો આદેશઃ
અયોધ્યા જમીન વિવાદને હલ કરવા માટે પહેલા સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાનો રસ્તો અપનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમાં સમાધાન ના થયું જેથી સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટથી આ મામલા પર હવે દરરોજ સુનાવણી કરવાનું કહ્યું. સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી અંતર્ગત સપ્તાહમાં ત્રણ વર્કિંગ ડે સુનાવણી થાય છે.

રામ મંદિર મામલાની સુનાવણી સપ્તાહમાં મંગળવાર, બુધવાર અને ગુરૂવારના થઇ રહી છે. આ મુદ્દે સુનાવણી મુખ્ય જજ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવૈધાનિક પીઠ કરી રહી છે. આ પીઠમાં જજ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નજીર પણ શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here