Tuesday, October 26, 2021
Homeઅયોધ્યા : મહંતની ઈંટ વડે માથું કચડીને હત્યા, મંદિરની ગૌશાળામાંથી મળ્યું શબ
Array

અયોધ્યા : મહંતની ઈંટ વડે માથું કચડીને હત્યા, મંદિરની ગૌશાળામાંથી મળ્યું શબ

અયોધ્યામાં હનુમાનગઢીના નાગા સાધુ મહંદ કન્હૈયા દાસની તેઓ રાતે સૂતા હતા તે સમયે ઈંટ વડે માથું કચડીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તેઓ બસંતિયા પટ્ટી સાથે સંકળાયેલા ગુલચમન બાગના મહંત હતા અને ચરણપાદુકા મંદિરની ગૌશાળા ખાતેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અંગત અદાવતના કારણે મહંતની હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં હનુમાનગઢીના નાગા સાધુઓ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. હાલ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ મૃતદેહને કબજામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટ્સ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ચાલી રહ્યો હતો મિલકત વિવાદ

મૃત મહંતના ગુરૂભાઈ રામાનુજદાસે લગાવેલા આરોપ પ્રમાણે મૃતકનો જમીન અને મકાન મામલે વિવાદને લઈ ગોલૂ દાસ ઉર્ફે શશિકાંત દાસ સામે કેસ ચાલી રહ્યો હતો. આ અંગેની જાણ થયા બાદ પોલીસે ગોલૂ દાસને કસ્ટડીમાં લીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments