જમ્મુ-કશ્મીરમાંથી 370 રદ થઈ હવે અયોધ્યામા રામ મંદિર બનશે: સંબિત પાત્રા

0
34

નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર 2019, રવિવાર

ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ રામ મંદિરને લઇને મોટું નિવેદન આપ્યું છે. પાત્રાએ કહ્યું અયોધ્યામાં ટૂંક સમયમા રામ મંદિર બનશે, જેવી રીતે જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370નો વિષેશ દરજ્જો ખત્મ કરવામા આવ્યો, એવી જ રીતે રામ મંદિરનું નિર્માણ થશે કારણ કે BJPના કોર એજન્ડાનો આ મહત્વનો ભાગ છે અને વિશ્વાસ રાખો, આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામા આવશે.

પહેલા લોકો પુછતા હતા 370 ક્યારે નાબુદ થશે?

એક કાર્યક્રમમાં મીડિયા સાથે ચર્ચા કરતા પાત્રાએ કહ્યું કે, પહેલાં અમે જ્યાં પણ જતા હતા. લોકો પુછતા હતા કે કલમ 370 ક્યારે નાબુદ થશે. લોકોને લાગી રહ્યું હતું કે આ ક્યારેય શક્ય નહીં બને, પરંતુ આ અસંભવ કાર્ય પણ પૂર્ણ થયું અને બહુ સારી રીતે પૂર્ણ થયું માટે વિશ્વાસ રાખો રામ મંદિર પણ ટૂંક સમયમાં બનશે.

ટૂંક સમયમાં બનશે રામ મંદિર: પાત્રા

પાત્રાએ કહ્યું કે, કલમ 370, યુનફોર્મ સિવિલ કોડ અને અયોધ્યા રામ મંદિર જેવા ત્રણ મુદ્દા BJPના કોર એજન્ડામા સામેલ છે. વર્ષ 2014 બાદ દેશની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ પહેલા વંશવાદની રાજનીતિ, તૃષ્ટીકરણ અને ભ્રષ્ટાચાર જ બધું હતું, પરંતુ હવે વિકાસ અને દેશને આગળ વધારવો જ સર્વોપરી છે. દેશના બાળકો અને દરેક વ્યક્તિ હવે વિકાસની જ ચર્ચા કરે છે, એવામા હવે એ દિવસ દૂર નથી જ્યારે રામ મંદિરનું નિર્માણ થાય.

પાત્રાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

દરમ્યાન પાત્રા કોંગ્રેસ પર પ્રહાર કરવાનું ચૂક્યા નહીં, એમણે કહ્યું કે, એ પાર્ટીએ ઈતિહાસમાંથી ભગવાન રામનું નામ મિટાવવા પ્રયાસ કર્યા છે. જુઓ ઈશ્વરની ટીકા કરનારનો કેવો સમય આવ્યો છે. કાલ સુધી ભગવાન રામની ટીકા કરતા હતા અને આજે ખુદને શિવ ભક્ત કહે છે. આ લોકો જનતા પણ જાણે છે. આમના અંગે માટે જ એમની આવી હાલત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here