દિયોદર : બનાસડેરી દ્વારા આયોજિત APMC ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

0
6
હાલ મા કોરો ના ની મહામારી ચાલી રહી છે  તયારે  કોરોના થી બચવા માટે  અનેક  આર્યુવેદીક ઉપચાર કરવા માં આવી રહ્યા છે તયારે  બનાસકાંઠા જિલ્લા  ની જીવાદોરી સમાન  અને એશિયા માં પ્રથમ નંબરે આવતી બનાસડેરી દ્વારા ગત રોજ દિયોદર  એપી એમ સી  ખાતે  આર્યુવેદીક  ઉકાળા નું વિનામૂલ્યે વિતરણ કરવા  માં આવ્યું હતું  જેમાં APMC માં અનાજ લઈ આવતા ખેડૂતો તેમજ  માર્કેટયાર્ડ ના વહેપારીઓને આ ઉકાળાનું સોસીયલ ડિસ્ટન્સ રાખી વિતરણ કરવામાં આવ્યું હતું.
બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ના દિશા સૂચન અને જેમના આ જીલા ના પશુપાલકો તેમજ આમ જનતા ની હંમેશા ચિંતા કરતા કોરોનાની મહામારી વચ્ચે આ જિલ્લાની જનતા નિરોગી રહે જેવી હંમેશા ચિંતા કરતા આ અભિગમ અપનાવ્યો છે  કોરોના મહામારી વચ્ચે બનાસડેરી દ્વારા જિલ્લાની દરેક તાલુકાની દૂધ મંડળીઓને સેનેટરાઇજ કરવામાં આવી છે તેમજ દરેક ગામડાઓમાં ડેરીના કર્મચારીઓ દ્વારા સોસીયલ ડિસ્ટન્સથી  કોરોનાથી બચવા પ્રચાર પ્રસાર કરવા માં પણ આવી રહ્યો છે. બનાસડેરીના આ અભિયાનમાં દિયોદર વિભાગના બોર્ડ ઓફ ડિરેક્ટર ટી. વી. પટેલ પણ કોરોનાથી બચવા તેમજ દૂધ મંડળીઓમાં  સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહ્યા છે.
તેમજ  ફિલ્ડ સ્ટાફ ને સલાહ સૂચનો આપી સરાહનીય કામગીરી માં સહભાગી થઈ રહ્યા છે  દિયોદર એપીએમસી માં ઉકાળા ના વિતરણ ને લઈ દિયોદર એપીએમસી વહેપારી એસોસિએશન ના પ્રમુખ ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે બનાસડેરી દ્વારા  જે  આર્યુવેદીક ઉકાળા  નું વિતરણ કરવા માં આવ્યું  છે જેમાં  એપીએમસી ના તમામ વહેપારીઓ એ આ ઉકાળા નો લાભ લીધો છે તેમજ ખેડૂતો એ પણ ઉકાળા નો લાભ લીધો છે  અમારી આ એપીએમસી માં  બનાસડેરી દ્વારા જે ઉકાળા નું વિતરણ કરવા માં આવ્યું જેને લઈ  ભરતભાઇ એ બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી  નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ આર્યુવેદીક ઉકાળા ના  વિનામૂલ્યે વિતરણ માં દિયોદર  વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ   સુપરવાઈઝર મહેશભાઈ દેસાઈ  વિનોદભાઈ  પટેલ દિનેશભાઇ પટેલ સહિત કર્મચારીઓ એ  ઉપસ્થિત રહી ઉકાળા નું વિતરણ કર્યું હતું .
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here