આયુષ્માને ઇમ્તિયાઝની ફિલ્મ ફગાવી

0
19

આયુષ્માન ખુરાનાએ ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ માટે ના પાડી દીધી છે. ઇમ્તિયાઝ પંજાબના એલ્વિસ તરીકે જાણીતા પંજાબી ફોક સિંગર અમર સિંઘ ચમકિલાના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.આ ડિરેક્ટરે લીડ રોલ માટે આયુષ્માનનો એપ્રોચ કર્યો હતો, પરંતુ તેણે આ ઓફર ફગાવી દીધી છે.

એક મહિના પહેલાં સ્ક્રિપ્ટની સાથે આ ફિલ્મ માટે આયુષ્માનનો એપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે, તે તેની ફિલ્મ્સ- ‘ગુલાબો સિતાબો’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ પછી કામમાંથી ચાર મહિનાનો બ્રેક લેવા ઇચ્છતો હોવાના કારણે તેણે આ ફિલ્મ માટે ના પાડી હતી.અમર સિંઘ ચમકીલા પોપ્યુલર પંજાબી સિંગર, સોંગરાઇટર અને મ્યુઝિશિયન હતા. તેઓ લગ્નેતર સંબંધો, નશો, ડ્રગ્ઝનું સેવન અને પુરુષપ્રધાન સમાજ વિશે સોંગ્સ લખતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here