અમદાવાદ: B.J. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહનો રિપોર્ટ પોઝિટિવ

0
0

અમદાવાદ. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાના 1000 કેસ નોંધાયા છે. આજે નારણપુરાના ભાજપના કોર્પોરેટર સાધનાબેન અને તેના પરિવારના બે સભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત  B.J. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહ અને તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એડિશનલ ડીનનો ચાર્જ ડો. જયેશ સચદેને સોંપવામાં આવ્યો છે.

શુક્રવારે 327 પોઝિટિવ કેસ આવ્યા હતા

શુક્રવારે વધુ 327 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22નાં મોત સાથે શહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક 1139 સુધી પહોંચ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના સંક્રમિતોની સંખ્યા 300થી વધુ રહી છે. શહેરમાં શુક્રવારે વધુ 327 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જ કેસનો કુલ આંક 15962 પર પહોંચ્યો છે. બીજી તરફ નિકોલમાં સળંગ બીજા દિવસે પણ સૌથી વધુ 21 કેસ નોધાયા હતા. ગુરુવારે પણ નિકોલમાં 20 કેસ સામે આવ્યા હતા.

સતત છઠ્ઠા દિવસે 300થી વધુ કેસ અને 14 દિવસથી 20થી વધુના મોત

આ પહેલા શહેરમાં 7 જૂનના રોજ 318, 8 જૂને 346, 9 જૂને 331, 10 જૂને 343, 11 જૂને 330 અને 12 જૂનના રોજ એટલે કે આજે 327  કેસ નોંધાયા છે. આમ શહેરમાં સતત છઠ્ઠા દિવસે 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 14 દિવસથી 20થી વધુના મોત નોંધાયા છે.

સૌથી વધુ 69 પોઝિટિવ કેસ પૂર્વ ઝોનમાં

શહેરના 9થી વધુ વિસ્તારમાં 10થી વધુ કેસ નોંધાયા હતા. રાણીપના સુદર્શન એપાર્ટમેન્ટમાં એક પરિવારના 4 સભ્ય કોરોના પોઝિટિવ જ્યારે નિકોલના વૈકુંઠ બંગલોમાં પણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અસારવામાં 11, શાહીબાગમાં 10, નિકોલમાં 21, ઓઢવમાં 11, વસ્ત્રાલમાં 12, બોડકદેવ, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં 8 – 8 કેસ નોંધાયા હતા. બાપુનગરમાં 14, સૈજપુર બોઘામાં 10, જોધપુર અને વેજલપુરમાં 11, મણિનગરમાં 9, વટવામાં 10, નવરંગપુરામાં 9 અને રાણીપમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here