બી. આર્કિટેક્ટ-બી.પ્લાનિંગ માટે લેવાયેલી પરીક્ષા માટે રિઝલ્ટ જાહેર

0
2

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ બી. આર્કિટેક્ટ-બી. પ્લાનિંગમાં એડમિશન માટે ફેબ્રુઆરી મહિલામાં લીધેલી JEE મેન પેપર-2નું રિઝલ્ટ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ Jeemain.nta.nic.in પર રિઝલ્ટ ચેક કરી શકશે. આની પહેલાં પેપર-1નાં પરિણામ 8 માર્ચે જાહેર કર્યા હતા. રિઝલ્ટ જાહેર કર્યા પહેલાં NTAએ ફાઇનલ આન્સર કી જાહેર કરી હતી.

23થી 26 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવાઈ હતી

JEE મેન ફેબ્રુઆરી સેશન પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી. JEE મેન ફેબ્રુઆરી સેશન માટે અરજી કરવાની પ્રોસેસ 16 ડિસેમ્બર, 2020થી શરૂ થઇ હતી. એ પછી તારીખ લંબાવીને 23 જાન્યુઆરી કરી હતી. આ વખતે એક્ઝામ ચાર સેશનમાં લેવાઈ રહી છે. બે સેશનની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરી થઇ ગઈ છે. એ પછી એપ્રિલ અને મે મહિનાની પરીક્ષા બાકી છે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ Jeemain.nta.nic.in પર જાઓ.

હોમપેજ પર JEE મેન ફેબ્રુઆરી 2021સેશન પેપર 2 રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.

હવે નવું પેજ ખુલતા એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને સિક્યોરિટી પિન નોંધી સબમિટ કરો.

રિઝલ્ટ સ્ક્રીન પર ઓપન થશે. ચેક કરી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લઇ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here