‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ પ્રેમિકા મિહિકા બજાજ સાથે સગાઈ કરી

0
7

હૈદરાબાદ. ‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ થોડાં સમય પહેલાં જ મિહિકા બજાજ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે, રાણાએ લૉકડાઉનમાં બુધવાર (20 મે)ના રોજ મિહિકા સાથે સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. રાણાએ સોશિયલ મીડિયામાં મિહિકા સાથેની સગાઈની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી

રાણાએ મિહિકા સાથેની તસવીર શૅર કીને કહ્યું હતું, ઈટ્સ ઓફિશિયલ. તસવીરમાં રાણા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે, જ્યારે મિહિકાએ ગોલ્ડન, પિંક સાડી પહેરી છે. રાણાએ તસવીર શૅર કરતાં જ ચાહકો તથા સેલેબ્સે તેમને સગાઈની શુભકામના પાઠવી હતી.

https://www.instagram.com/p/CAcGYxRjRzk/?utm_source=ig_embed

12મેના રોજ રાણાએ મિહિકા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો

View this post on Instagram

And she said Yes 🙂 ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

આ પહેલાં પિતાએ સગાઈ કરી હોવાના ના પાડી હતી

આ પહેલાં રાણાના પિતા સુરેશ બાબુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સગાઈ નથી. બુધવાર (20 મે)ના રોજ બંને પરિવાર બજાજ તથા દગ્ગુબતી લગ્નની તારીખ નક્કી કરવા માટે મળ્યાં હતાં. તેઓ આ સંબંધથી ઘણાં જ ખુશ છે. રાણા તથા મિહિકાએ સગાઈ કરી નથી.

રાણાએ મિહિકા બજાજ સાથેના સંબંધો છૂપાવીને રાખ્યા હતાં. મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે. મિહિકા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની ફાઉન્ડર છે. મિહિકાએ મુંબઈમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. મુંબઈમાં તે છેલ્લાં એક વર્ષથી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે. રાણા દગ્ગુબતીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની અપકમિંગ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે. ફિલ્મ 2 એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી અને હજી સુધી નવી ડેટ જાહેર કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here