નોર્મલ ડિલિવરી કરતાં સિઝેરિયનથી જન્મેલાં બાળકોમાં રોગો સામે લડવાની ક્ષમતા નબળી, કારણ એ કે માતાના આંતરડામાંથી ગુડ બેક્ટેરિયા નથી મળતા

0
0

આજકાલ નોર્મલ ડિલિવરી કરતાં સિઝેરિયનથી જન્મ લેતા બાળકોનું પ્રમાણ વધી ગયું છે. લોકો હવે બેબી પ્લાનની સાથે ડિલિવરી ટાઇમ પણ પ્લાન કરતા થઈ ગયા છે. પરંતુ તાજેતરમાં થયેલા એક નવી વાત બહાર આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે નોર્મલ ડિલિવરીની સરખામણીએ સિઝેરિયનથી જન્મેલાં બાળકોમાં રોગો સામે લડવાની ક્ષમતા નબળી હોય છે. સિઝરિયન ઓપરેશનવાળા બાળકોમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી હોય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેમને એવા બેક્ટેરિયા મળતા નથી જે તેમના માટે ફાયદાકારક હોય છે. તેથી જ ડોકટરો વિચારી રહ્યા છે કે તેમના શરીરમાં આ આવશ્યક બેક્ટેરિયાની ઊણપને કેવી રીતે પૂરી કરી શકાય. આ રિસર્ચ ફિનલેન્ડની હેલસિંકી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે.

આ કારણોસર બેક્ટેરિયા જરૂરી છે

સિઝેરિયન ઓપરેશનથી જન્મેલા બાળકોની એક ઊણપને દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નવજાત બાળકને તેની માતા તરફથી વિવિધ પ્રકારના પ્રવાહી અને મળ મળે છે. એ વાતના પૂરાવા મળી રહ્યા છે કે શિશુઓને બેક્ટેરિયાથી ભરપૂર મળથી ફાયદો થાય છે. તેઓ બાળકની રોગપ્રતિકારક શક્તિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આવા બેક્ટેરિયા વગર એલર્જી અને ટાઇપ-1 ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આંતરડાના તત્વો ગુંચવાયેલા કાર્બોહાઇડ્રેટ જેવા કેટલાક ખોરાક અને પીણાને પચાવવામાં મદદ કરે છે આમાં અસંતુલન અને સ્થૂળતા જેવા વિકાર પેદા થઈ શકે છે.

નવજાતમાં ગુડ બેક્ટેરિયા પહોંચાડવા પ્રયોગ કરવામાં આવ્યો

પહેલા સંશોધકો માતામાંથી બેક્ટેરિયા કાઢીને તેને નવજાત શિશુના ચહેરા પર લગાવતા હતા. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. હેલસિંકી યુનિવર્સિટીના ડો. વિલેમ ડી વોસ અને ડો. સ્ટ્યૂર એન્ડરસને માતાના આંતરડાના બેક્ટેરિયાને શિશુઓને દૂધ સાથે આપવાનું પરીક્ષણ કર્યું.

આ હેતુ માટે સિઝેરિયન દ્વારા જન્મ આપતી સાત માતાની પસંદગી કરવામાં આવી હતી. દરેક શિશુને સિરિંજથી માતાના દૂધ સાથે માતા બન્યાના ત્રણ અઠવાડિયાં પહેલાં ભેગાં કરેલ મળની માત્રા આપવામાં આવી હતી.

કોઈપણ બાળકને નકારાત્મક અસર ન થઈ

સંશોધકોએ સરખામણી માટે 47 અન્ય શિશુઓ પાસેથી સ્ટૂલના નમૂનાઓ એકત્રિત કર્યા. તેમાંથી 29 સામાન્ય પ્રસૂતિ કરનાર અને 18 સિઝેરિયન ઓપરેશન થયા હતા. ડો.વોસ અને ડો. એન્ડરસનને જાણવા મળ્યું કે સાત બાળકોમાં બેક્ટેરિયાના અંશ એ બાળકો જેવાં જ જોવા મળ્યા જે સામાન્ય પ્રસૂતિથી જન્મ્યા હતા. હવે રિસર્ચ થશે કે શું આવા બાળકો ભવિષ્યમાં રોગપ્રતિકારક શક્તિથી સંબંધિત ગડબડથી અસરગ્રસ્ત થાય છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here