બબીતા ફોગાટે જમાતીઓને જાહિલ કહ્યા : યુઝર્સે ટ્રોલ કરતા બજરંગ બચાવમાં કહ્યું- ખેલાડીઓ દેશ માટે સંઘર્ષ કરે છે, તમે શુ કરો છો?

0
8

કોરોનાવાયરસના કારણે ભારતમાં સ્થિતિ ન બગડે તે માટે સરકાર દ્વારા લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ અંગે રેસલર બબીતા ફોગાટે એક ટ્વીટમાં જમાતીઓને જાહિલ કહ્યા હતા. આ પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. રેસલર બજરંગ પુનિયા બબીતાના બચાવમાં આવ્યો હતો. તેણે ટ્રોલર્સને પૂછ્યું કે, “ખેલાડીઓ દેશ માટે દરરોજ સંઘર્ષ કરે છે, પરંતુ તમે શુ કરો છો?” દિલ્હીની મરકજ મસ્જિદમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મરકજમાં 2 એપ્રિલે 400 સંક્રમિત જમાતીઓ મળ્યા હતા.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, દેશમાં શુક્રવાર સવાર સુધીમાં 13 હજાર 387 કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમાંથી 11 હજાર 201ની સારવાર ચાલી રહી છે, 1 હજાર 748 સ્વસ્થ થઈ ગયા છે. 437 લોકોએ જીવ ગુમાવ્યો છે. પીએમ મોદીએ 14 એપ્રિલે લોકડાઉન વધાર્યા પછી બબીતાએ બુધવારે આ ટ્વીટ કરી હતી.

બબીતાના બચાવમાં ઉતર્યો બજરંગ

યુઝર્સે બબીતાને ટ્રોલ કરતા કહ્યું કે, “એક મુસ્લિમે ફિલ્મ બનાવીને ફેમ કરી દીધા નકર આ દેશમાં ક્રિકેટ સિવાય અન્ય ખેલાડી ઘણા ખેલાડીઓ પાણીપુરી વેંચતા જોવા મળે છે.” અન્ય એક યુઝરે કહ્યું કે, “કોરોનાવાયરસની સમસ્યા ભારતમાં બીજા નંબરે છે, પહેલા નંબરે તો હજી પણ ઝેરીલા ગોબરભક્તોનો કબજો છે.” આ બધાને જવાબ આપતા બજરંગે ટ્વીટ કરી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here