બાબરી કેસમાં બધા મુક્ત : 28 વર્ષે અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર પરનું કલંક ભૂંસાયું : ઘટના પૂર્વઆયોજિત નહોતી, અચાનક બની હતી.

0
18

બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટ દ્વારા સોમવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.

જજે નિર્ણયમાં કહ્યું કે, ઘટના અચાનક થઈ હતી, તેની કોઈ પૂર્વ તૈયારી કરવામાં આવી નહતી. આરોપીઓ વિરુદ્ધ અમને કોઈ પુરાવા મળ્યા નથી. તસવીરોના આધારે કોઈને આરોપી ન ગણાવી શકીએ.

સ્પેશિયલ કોર્ટના જજની નિર્ણયમાં ટીપ્પણીઓ

 • ઈમારત તોડી પાડવાની ઘટના અચાનક થઈ હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બપોરે 12 વાગે ઈમારત પર પાછળથી પથ્થરમારો શરૂ થયો હતો.
 • અશોક સિંઘલ ઈમારત સુરક્ષિત રાખવા માંગતા હતા, કારણકે ત્યાં મૂર્તિઓ હતી.
 • કારસેવકોના બંને હાથ વ્યસ્ત રાખવા માટે પાણી અને ફૂલ લાવવાનું કહેવામાં આવ્યું હતું.
 • ન્યૂઝપેપરમાં લખેલી વાતોને પુરાવા ન માની શકીએ.
 • તસવીરોના આધાર પર કોઈને દોષિત ન ગણાવી શકીએ. તસવીરોની નેગેટિવ જમા કરાવવામાં નથી આવી.

આ હતા 32 આરોપી

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋુતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડૉ. રામ વિલાસ વેંદાતી, ચમ્પત રાય, મહંત ધર્મદાસ, સતીશ, પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લૂ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાન સિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનય કુમાર રાય, નવીન ભાઈ શુક્લા, આરએન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીર કુમાર કક્કડ અને ધર્મેન્દ્ર સિંહ ગુર્જર.

અપડેટ્સ

 • બધા આરોપીઓ નિર્દોષ, ઘટના પૂર્વઆયોજિત નહતી, અચાનક થઈ હતી
 • જજે ચુકાદો વાંચવાની શરૂઆત કરી, કહ્યું- ઘટના અચાનક થઈ હતી, પૂર્વઆયોજિત નહતી.
 • કોર્ટમાં 6 આરોપી હાજર નથી. લાલ કૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળશે. જ્યારે મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, શિવસેના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્યગોપાલ દાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ કોર્ટ પહોંચ્યા નથી. તે સિવાય અન્ય દરેક આરોપી હાજર છે. 12થી 2 વાગ્યા સુધીમાં કોર્ટનો ચુકાદો આવશે. સ્પેશિયલ જજ એસ કે યાદવ કોર્ટ પહોંચી ગયા છે.
 • સ્પેશિયલ જજ એસકે યાદવના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી સેવા વિસ્તરણ આપ્યું છે.

કોર્ટમાં બચાવ પક્ષની દલીલ

 • પુરાવા તરીકે માત્ર ફોટો અને વીડિયો હતો. ફોટાના નેગેટીવ ન હતા. જે વીડિયો હતો, તેમાં વચ્ચે વચ્ચે સમાચાર પણ હતા, જે વધારે વિશ્વાસપાત્ર ન હતા.
 • જે કારસેવક ઘટનાસ્થળે હતા, તેમનો ઈરાદો ઈમારતને તોડી નાંખવાનો ન હતો. ત્યાં રામલલ્લાની મૂર્તિ હતી, કારસેવક એ ઈમારતને તોડી પાડત તો મૂર્તિને પણ નુકસાન પહોંચતું.

6 નેતાઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા

લાલકૃષ્ણા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેનાન પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્ય ગોપાલ ગાસ અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટરૂમ દ્વારા જોડાયા. આ ઉપરાંત અન્ય તમામ 26 આરોપી કોર્ટરૂમમાં હાજર હતા. બાબરી કેસ વિશેષ જજ એસકે યાદવના કાર્યકાળનો અંતિમ નિર્ણય રહ્યો હતો. તે 30 સપ્ટેમ્બરે 2019ના રોજ રિયાયર્ડ થવાના હતા, પણ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બરે 2020 સુધી (નિર્ણય સંભળાવા સુધી) સેવા વિસ્તાર આપ્યો.

અડવાણી-ઉમા સહિત પાંચ નેતા હાજર નહીં રહે
બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચી ગયા છે. થોડા દિવસ પહેલાં તેઓ કોરોનામાં ઝડપાઈ ગયા હતા, ત્યાર પછીથી તેમની સારવાર ચાલતી હતી.

મહંત નૃત્યગોપાલ દાસ તેમની ખરાબ તબિયતને કારણે હાજર થવાના નથી. તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની તબિયત સારી નથી. કોરોના સંક્રમિત થયા પછી તેઓ બહાર નથી જતા. તેમની નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે છે. કોર્ટને બધું ખબર જ છે, તેથી તેઓ કોર્ટમાં હાજર થવાના નથી. તેઓ મણિરામ છાવણીમાં રહીને જ કોર્ટનો ચુકાદો સાંભળશે.

6 ડિસેમ્બર 1992ના રોજ 10 મિનિટના અંતરે દાખલ થઈ બે FIR

 • પહેલી એફઆઈઆર કેસ નંબર 197/92ને પ્રિયવદન નાથ શુક્લએ સાંજે 5.15 વાગે બાબરી ધ્વંસ મામલે બધા અજ્ઞાત લોકો વિરુદ્ધ કમલ 395, 397, 332, 337, 338, 295, 295 અને 153એમાં ફરિયાદ નોંધાવી હતી.
 • બીજી એફઆઈઆર કેસ નંબર 198/92ની ચોકી ઈન્ચાર્જ ગંગા પ્રસાદ તિવારી તરફથી આઠ લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, ડૉ. મુરલી મનોહર જોશી, તે સમયના સાંસદ અને હજરંગ દળના પ્રમુખ વિનય કટિયાક, તે સમયના વીએચપી મહાસચિવ અશોક સિંઘલ, સાધ્વી ઋતંભરા, વિષ્ણુ હરિ ડાલમિયા અને ગિરિરાજ કિશોર સામેલ હતા. તેમના વિરુદ્ધ કમલ 153એ, 153બી, 505માં કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.
 • ત્યારપછી જાન્યુઆરી 1993માં 47 અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાં પત્રકારો સાથે મારઝૂડ અને લૂંટ-ફાંટ જેવા આરોપ લગાવાવમાં આવ્યા હતા.

17 વર્ષ ચાલી લિબ્રહાન આયોગની તપાસ

6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here