ક્રિકેટ : પાકિસ્તાને વર્ષ 2020-21નું સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ જાહેર કર્યું, બાબર આઝમને વનડે ટીમનો કેપ્ટન બનાવ્યો

0
0

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે ખેલાડીઓ માટે 2020-21 માટે સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ જાહેેેર કર્યું છે. તેમજ લિમિટેડ ઓવર્સમાં બાબર આઝમને ફૂલ ટાઈમ કેપ્ટન બનાવ્યો છે. અઝહર અલી ટેસ્ટ, જ્યારે બાબર આઝમ વનડે અને ટી-20માં ટીમની કપ્તાની કરશે. અગાઉ આઝમ માત્ર ટી-20માં ફૂલ ટાઈમ કેપ્ટન હતો. તેણે સરફરાઝ અહેમદને વનડેમાં કેપ્ટન તરીકે રિપ્લેસ કર્યો છે.

ડાબોડી ફાસ્ટ બોલર શાહિન આફ્રિદીને પ્રમોશન મળ્યું છે, તે કેટેગરી-Aમાં આવી ગયો છે. જ્યારે પૂર્વ કેપ્ટન સરફરાઝને કેટેગરી-Aમાંથી કેટેગરી Bમાં ડિમોટ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેક્ટર મિસબાહ ઉલ હકે મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાન સાથે મળીને નવી સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ તૈયાર કરી છે. મિસબાહે કહ્યું કે, સરફરાઝ હજી પોતાનું યોગદાન આપી શકે છે અને અમારી સ્કીમ ઓફ થીંગ્સમાં છે. તેથી જ તેને કેટેગરી Bમાં રાખવામાં આવ્યો છે.

કોરોનાના કારણે 2 મહિના પહેલા લિસ્ટ જારી કરવામાં આવ્યું

સામાન્ય રીતે પીસીબી આ કોન્ટ્રાકટ લિસ્ટ જુલાઈમાં જારી કરે છે. વસીમે કહ્યું કે, આ વખતે કોરોનાના કારણે મોટાભાગના ખેલાડીઓમાં અસલામતીનો ભય છે. તેને દૂર કરવા કોન્ટ્રાકટ લિસ્ટ વહેલું જાહેર કરાયું છે. પીસીબી ઇચ્છે છે કે ખેલાડીઓ જાણે કે વૈશ્વિક આર્થિક સંકટની તેમના પર અસર થશે નહીં.

ફાસ્ટ બોલર નસીમ શાહ અને જમોડી બેટ્સમેન ઇ. અહેમદને પહેલીવાર કોન્ટ્રાકટ મળ્યો છે. જ્યારે અનુભવી ફાસ્ટ બોલર્સ મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ અને હસન અલીને કોન્ટ્રાકટ મળ્યો નથી.

હૈદર અલી, હેરિસ રોફ અને મોહમ્મદ હસનૈનને એમરજિંગ પ્લેયર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. પીસીબીએ કહ્યું કે, નવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. આ કારણે તેમને એવોર્ડ મળી રહ્યો છે. તે જ સમયે, કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ ટેસ્ટ રમવા માટે તૈયાર ન હતા, તેથી તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. “

વર્ષ 2020-21 નું કોન્ટ્રાકટ લિસ્ટ

  • કેટેગરી A: અઝહર અલી, બાબર આઝમ, શાહિન આફ્રિદી
  • કેટેગરી B: આબિદ અલી, અસદ શફિક, હેરિસ સોહેલ, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ રિઝવાન, સરફરાઝ અહેમદ, શાદાબ ખાન, શાન મસૂદ અને યાસીર શાહ
  • કેટેગરી C: ફકર ઝમાન, ઇ અહેમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, નસીમ શાહ અને ઉસ્માન શિનવારી
  • એમરજિંગ પ્લેયર્સ: હૈદર અલી, હેરિસ રોફ અને મોહમ્મદ હસનૈન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here