બગદાદ: યૂનેસ્કોની વિશ્વ ધરોહર (વર્લ્ડ હેરિટેજ) સમિતિએ ઈરાકની ત્રણ દાયકાના બળવા પછી વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ પ્રાચીન મેસોપોટેમિયાનું શહેર બેબીલોનને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવાના પક્ષમાં શુક્રવારે મતદાન કર્યું. ઈરાક 10 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ આ વિસ્તૃત પરિસરને યૂનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ કરવા માટે 1983થી જ પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રાચીન શહેરનું આજ સુધી લગભગ 18 ટકા જ ખોદકામ થયું છે.
ઈરાકની રાજધાની બગદાદના દક્ષિણમાં લગભગ 100 કિલોમીટરના અંતરે ફરાત નદીના કિનારે સ્થિત આ શહેર 4,000 વર્ષથી પણ વધુ પ્રાચીન બેબીલોનિયન સામ્રાજ્યનું કેન્દ્ર હતું. યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિમાં મતદાન પહેલા ઈરાકના પ્રતિનિધિએ જણાવ્યું કે, બેબીલોનની પ્રાચીન ધરોહરનો અર્થ શું છે? પ્રાચીનત્તમ બેબીલોન વિના માનવતાનો ઈતિહાસ કેવી રીતે બતાવશો?
બેબીલોન અને 34 અન્ય સ્થળો પર વિચાર કરવા માટે અજરબૈજાનની રાજધાની બાકૂમાં આ સમિતિની બેઠક યોજાઈ હતી. આમ છતા, સમિતિએ ઈરાકના વાંધા પછી બેબીલોનને વિશ્વ ધરોહર ધરાવતી વર્લ્ડ હેરિટેજ જાહેર નહોતી કરી.