Monday, October 18, 2021
Homeકમરનો દુખાવો, દસ્ત અને ઉલ્ટી પણ કોરોનાનું લક્ષણ હોઇ શકે છે
Array

કમરનો દુખાવો, દસ્ત અને ઉલ્ટી પણ કોરોનાનું લક્ષણ હોઇ શકે છે

કયા લક્ષણો પર તમને કોરોના વાયરસ હોવાનું જોખમ વધારે છે તે સમજવું સમય સાથે વધારે મુશ્કેલ બની રહ્યું છે. અત્યાર સુધી સુકી ખાંસી, સખત તાવ વગેરે કોરોનાનું લક્ષણ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ જોત જોતામાં હવે એવા 11 લક્ષણ સામે આવી ચુક્યા છે જે તમને કોરોના હોવાનું રેડ સિગ્નલ આપી શકે છે.

કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 9 લક્ષણ હતા. તેમાં 3 નવા લક્ષણનો ઉમેરો થઇ ગયો છે. નાકમાંથી પાણી આવવું, ઉલ્ટી થવી અને દસ્ત કોરોના સંક્રમણને કારણે હોઇ શકે છે. પરંતુ આ ઉપરાંત એવા પણ દર્દી છે જેમણે પીઠનો દુખાવો અનુભવ્યો છે અને ત્યારબાદ તે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવ્યા હોય.

કમરનો દુખાવો પણ કોરોનાનું લક્ષણ

જો તમારી કમરમાં જોરદારનો દુખાવો છે, પેટમાં દુખાવો છે, પગની એડીઓમાં દુખાવો છે અથવા તો રેશિઝ પડી ગયા હોય તો પણ આ કોરોના વાયરસનું લક્ષણ હોઇ શકે છે. મુંબઇના સીનિયર ડૉક્ટર ગત દિવસોમાં કોરોના વાયરસના દર્દીઓની દેખરેખ કરી રહ્યા હતા. તેમણે લગભગ 200 દર્દીઓની સારવાર કરી હતી. ત્યારબાદ તેઓ પોતે કોરોનાના સંક્રમણમાં આવી ગયા. તેમણે સૌથી પહેલા જે લક્ષણનો અનુભવ કર્યો તે કમરનો દુખાવો જ હતો.

ત્રણ નવા લક્ષણ પણ ઉમેરાયા

કોરોના વાયરસના અત્યાસુધીમાં 9 લક્ષણ જણાવવામાં આવ્યા છે. હવે અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ તેમાં ત્રણ નવા લક્ષણ પણ જોડી દીધા છે. જેમાં નાકમાંથી પાણી આવવું, ઉબકા આવવા, ઉલ્ટી થવી અને દસ્ત જેવા લક્ષણો ઉમેરાયા છે.

અત્યાર સુધી જણાવવામાં આવેલા 9 લક્ષણ

કોરોના વાયરસમાં આ પહેલા સુધીમાં માત્ર 9 લક્ષણ જણાવવામાં આવ્યા હતા. તેમાં તાવ, સુકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, સ્વાદ તથા ગંધનો અનુભવ ન થવો, ગળામાં ખરાશ થવી વગેરે જેવા લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું.

શુગર પણ જોખમી હોઇ શકે છે

ડૉક્ટર જણાવે છે કે આ દિવસોમાં તેમણે એવા-એવા દર્દીઓ પણ જોયા છે જેમને પહેલા ક્યારેય ડાયાબિટીસ ન હતો પરંતુ તેમનું શુગર લેવલ 400ને પાર છે. ડૉક્ટરનું કહેવું છે કે કોરોના દર્દીમાં શુગર લેવલ ઝડપથી ઉપર જતું રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments