ભારત અને ઈંગ્લેન્ડ વન-ડે સીરિઝને લઈને દર્શકો માટે માઠા સમાચાર.

0
8

ટેસ્ટ અને 5 મેચોની T20 સીરિઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સીરિઝ પણ થવાની છે. આ બધી મેચ 23 માર્ચથી પૂણેમાં જ આયોજિત કરવામાં આવશે. એવા સમાચારો મળી રહ્યા હતા કે કોરોના વાયરસના કારણે આ ત્રણ મેચોનું આયોજન સ્થળ બદલવામાં આવી શકે છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂણેમાં વનડે સીરિઝ આયોજીત કરવાની મંજૂરી આપી દીધી છે. ક્રિકેટ નેક્સ્ટના એક રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખાલી સ્ટેડિયમમાં વનડે સીરિઝ આયોજીત કરવાની મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પૂણેમાં કોરોનાના કેસ વધ્યા છે.

કોરોનાના કેસ વધવાના કારણે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સીરિઝનું આયોજન સ્થળ બદલવામાં આવી શકે છે. જોકે એમ થયું નથી. તમને જણાવી દઈએ કે ગુરુવારે પૂણેમાં 1,542 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા અને 8 લોકોના મોત થયા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સીરિઝની પહેલી મેચ 23 માર્ચના રોજ આયોજિત થશે. બીજી મેચ 26 માર્ચ અને ત્રીજી મેચ 28 માર્ચે રમાશે. આ બધી મેચ ડે-નાઈટ હશે.

વનડે સીરિઝ પહેલા બંને ટીમો વચ્ચે 5 મેચોની T20 સીરિઝનું આયોજન અમદાવાદમાં થશે. પહેલી T20 મેચ 12 માર્ચે થશે, બીજી મેચ 14 માર્ચે, ત્રીજી મેચ 15 માર્ચ, ચોથી મેચ 18 માર્ચ અને છેલ્લી મેચ 20 માર્ચે રમાશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચોની T20 સીરિઝનું આયોજન સ્થળ બદલવું પડ્યું છે. ઑકલેન્ડમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગી ગયું છે, એટલે હવે T20 સીરિઝની ચોથી મેચ વેલિંગટનમાં થશે. વેલિંગટનમાં જ ત્રીજી T20 મેચ રમાશે. પાંચમી T20 માઉન્ટ માઉંગનુઇમાં થશે. ન્યુઝીલેન્ડ T20 સીરિઝમાં 2-0થી આગળ ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here