Sunday, November 28, 2021
HomeBadla Review: સસ્પેન્સમાં દમ છે, વિશ્વાસ નહીં થાય પરંતુ તાપસી અમિતાભની એક્ટિંગમાં...
Array

Badla Review: સસ્પેન્સમાં દમ છે, વિશ્વાસ નહીં થાય પરંતુ તાપસી અમિતાભની એક્ટિંગમાં દમ નથી

પિંક બાદ ફરિ એક વખત બદલામાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી આવી છે. બદલા એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે. આ જોનરમાં સમય સમય પર ફિલ્મો બનતી જ રહે છે. બીંગ સાઈરસ, ગુમનામ, ગુપ્ત, બાઝીગર, વો કોનથી, દશ્યમ, કહાની અને અંધાધુન જેવી ફિલ્મોની લિસ્ટ ખૂબ લાંબી છે. બદલાની કહાની ખૂબ મજબૂત છે અને તેમાં જબરદસ્ત સસ્પેન્સ પણ છે. આવો જાણીએ કહાની અને અંધાધૂન જેવી ફિલ્મોના મુકાબલે કેવી છે બદલા.

કેવી છે ફિલ્મની કહાની? 

‘બદલા’ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. આ ફિલ્મની કહાની નૈના(તાપસી પન્નુ) સંબંધીત છે. એક દિવસ અચાનક નૈનાના પતિ અર્જુનનું મર્ડર થઈ જાય છે અને મોતનો આરોપ નૈના પર લાગે છે. જેના પછી આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે અમિતાભ બચ્ચનની એન્ટ્રી થાય છે. અમિતાભ બચ્ચન તાપસી પન્નુથી માત્ર ત્રણ સવાલ પૂછે છે. આ જ ત્રણ સવાલો પર છે ફિલ્મ ‘બદલા’.

શા માટે જોવી જોઈએ? 

બદલા ફિલ્મમાં અમિતાભ અને તાપસીની એક્ટિંગ જબરદસ્ત છે. જ્યારે ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ડાયલોગ પણ દમદાર છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી અંત સુધી જોવા મળે છે કે આખરે આરોપી કૌન હોય છે? દર્શકો મુજબ ફિલ્મનો પહેલો પાર્ટ જબરદસ્ત છે. જ્યારે બીજા પાર્ટમાં પણ કેટલાક રાજ ખુલે છે. આ ફિલ્મમાં ભરપૂર ટર્ન અને ટ્વિસ્ટ પણ છે અને ફિલ્મનું ક્લાઇમેક્સ પણ તમે મિસ કરવા નહીં માંગો. ફિલ્મના ગીતો પણ સરસ છે. તમને બતાવી દઈએ કે આ ફિલ્મના પ્રોડ્યુસર શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યૂ જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

શા માટે ન જોવી જોઈએ?

વધુ પડતી ફરાવતી ફિલ્મો જોવાની ટેવ નથી તો આ ફિલ્મ તમારા માટે નથી. ફિલ્મના ડાયલોગ્સ પર વધુ કામ કરવામાં નથી આવ્યું. ફિલ્મની કહાની ભલે ગમે તેટલી શાનદાર હોય. પરંતુ કોઈ પણ ફિલ્મ દર્શકોના દિલમાં ડાયલોગ્સના કારણે જ પહોંચે છે. ફિલ્મમાં ગીત નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments