ભારતની બે દિકરીઓ પીવી સિંધુ અને માનસી જોશીએ બેડમિન્ટનમાં કરી બતાવ્યો કમાલ

0
0

રિયો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટમાં મહિલા સિંગલ્સ સિલ્વર મેડલ જીતનાર શટલર પીવી સિંધુએ રવિવારે સ્વિટ્ઝરલેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો હતો. એકપક્ષી ફાઇનલ મુકાબલામાં જાપાનની નિઝોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. બેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી તે પહેલી ભારતીય છે. કોઈ અન્ય ભારતીય તેમના પહેલા આ કરી શકી નથી.

પીવી સિંધુની વર્લ્ડ ટાઇટલ સફળતા સાથે, માનસી જોશીએ પણ પોતાનું નામ ભારતીય પેરા બેડમિન્ટનમાં સ્વર્ણઅક્ષરોએ નોંધાવ્યુ છે. માનસી જોશીએ બાસેલમાં વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ એસ.એલ.-3 ફાઈનલમાં પારુલ પરમારને 21-12, 21-7થી હરાવીને ટાઇટલ જીત્યું હતુ. આપને જણાવી દઇએ કે, માનસીએ 2011 માં અકસ્માતમાં પોતાનો ડાભો પગ ગુમાવ્યો હતો. આઠ વર્ષ બાદ તેણે શનિવારે ફાઇનલમાં ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન પરમારને હરાવી. તે પુલેલા ગોપીચંદ એકેડેમીમાં તાલીમ લે છે. ભારતે આ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સહિત કુલ 14 મેડલ જીત્યા હતા.

ભારતની પેરાલંમ્પિક સમિતિએ માનસીને આ જીત બદલ અભિનંદન આપ્યા છે. આ દરમિયાન પ્રમોદ ભગત અને મનોજ સરકારે પુરુષ ડબલ્સ એસએલ 3-4 કેટેગરીની ફાઈનલમાં દેશનાં નિતેશ કુમાર અને તરુણ ઢિલ્લોને 14-21, 21-15, 21-16 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભગતનું આ બીજુ ગોલ્ડ મેડલ છે. આ પહેલા તેણે પુરુષ ડબલ્સ એસએલ 3-4 નો ખિતાબ પણ જીત્યો હતો.

પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યા બાદ ભારતનાં પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ કહ્યું કે, તેમના માટે તે સપનુ સાકાર થવા બરાબર છે. મેચ જીત્યા બાદ જોશીએ કહ્યું કે, ‘મે ખૂબ જ સખત તાલીમ લીધી છે. મે એક જ દિવસમાં ત્રણ સેશન ટ્રેનિંગ કરી છે. મે મારી ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે કારણે મે થોડું વજન ઘટાડ્યું અને મારા સ્નાયુઓ વધાર્યા. મે જીમમાં વધુ સમય પસાર કર્યો, અઠવાડિયામાં છ સેશનની તાલીમ લીધી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here