Friday, March 29, 2024
HomeBAFTA 2021 : સેરેમનીના પહેલા દિવસે 25માંથી 8 કેટેગરીના અવોર્ડ્સ જાહેર થયા
Array

BAFTA 2021 : સેરેમનીના પહેલા દિવસે 25માંથી 8 કેટેગરીના અવોર્ડ્સ જાહેર થયા

- Advertisement -

ધ બ્રિટિશ એકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવોર્ડ્સ 2021ની શરૂઆત શનિવાર એટલે કે 10 એપ્રિલ (ભારતીય સમય પ્રમાણે 11 એપ્રિલ)ના રોજ થઈ હતી. 74મા BAFTA અવોર્ડ્સની ઓપનિંગ સેરેમનીમાં ફિલ્મ મેકિંગની ક્રાફ્ટ્સ સાઈડ પર ફોકસ કરવામાં આવ્યું હતું. 25માંથી 8 કેટેગરીના અવોર્ડ્સ વિનરની જાહેરાત કરવામાં આવી હતી.

‘મા રેને બ્લેક બોટમ’એ 2 અવોર્ડ જીત્યા

સેરેમનીના પહેલા દિવસે સાઉન્ડ, કાસ્ટિંગ, કોસ્ચ્યુમ ડિઝાઈન, મેકઅપ એન્ડ હેર, પ્રોડક્શન ડિઝાઈન, બ્રિટિશ શોર્ટ ફિલ્મ, બ્રિટિશ શોર્ટ એનિમેશન તથા સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યા. ‘મા રેને બ્લેક બોટમ’ને બે અવોર્ડ મળ્યા. આ મ્યૂઝિક ડ્રામા ફિલ્મને કોસ્ચ્યુણ તથા મેકઅપ એન્ડ હેર કેટેગરીમાં અવોર્ડ મળ્યો.

ક્રિસ્ટોફર નોલનની ‘ટેનેટ’એ પણ અવોર્ડ જીત્યો

પોપ્યુલર અમેરિકન ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની ‘ટેનેટ’ને સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરી અવોર્ડ મળ્યો. આ ઉપરાંત ‘સાઉન્ડ ઓફ મેટલ’, ‘મેક’, ‘રોક્સ’ સહિત અનેક ફિલ્મે અલગ અલગ કેટેગરીમાં અવોર્ડ જીત્યા. કોરોનાને કારણે BAFTA અવોર્ડ્સ સેરેમની વર્ચ્યુઅલી યોજવામાં આવી. બીજા દિવસે એટલે કે રવિવારે 11 એપ્રિલ (ભારતીય સમય પ્રમાણે 12 એપ્રિલ)ના રોજ બાકી કેટેગરીના અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.

BAFTA અવોર્ડ્સ 2021ની 8 કેટેગરીનું વિનર્સ લિસ્ટ

કાસ્ટિંગઃ રોક્સ

સાઉન્ડઃ સાઉન્ડ ઓફ મેટલ

મેકઅપ એન્ડ હેરઃ મા રેને બ્લેક બોટમ

કોસ્ચ્યુમે ડિઝાઈનઃ મા રેને બ્લેક બોટમ

પ્રોડક્શન ડિઝાઈનઃ મેક

સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ટેનેટ

બ્રિટિશ શોર્ટ ફિલ્મઃ ધ પ્રેઝેન્ટ

બ્રિટિશ શોર્ટ એનિમેશનઃ ધ આઉલ એન્ડ ધ પુસી કેટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular