બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાનનું નિધન

0
8

બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું 84 વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો ક્લોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમના નિધન પર બહરીનના શાહી ઉચ્ચાધિકારીઓ શોક વ્યક્ત કર્યો છે.

શેખ ખલીફાનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો. તેઓ બેહરીનના શાહી પરિવારથી હતા. તેમણે 1970 બાદ બહેરીનના પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું.

15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીનને સ્વતંત્રતાના એક વર્ષ પહેલા શેખ ખલીફાએ પદભાર ગ્રહણ કર્યો હતો. તેઓ વિશ્વમાં કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.

બહરીનના શાસક શેખ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ ખલીફાના નિધન પર એક સપ્તાહ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન બહરીનમાં રાષ્ટ્રીય ધ્વજ અડધા ઝુકેલા રહેશે. કોરોના વાયરસને કારણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here