Saturday, September 18, 2021
Homeબહુચરાજી : ચાર્જિંગમાં ભરાવી વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં કિશોરીનું...
Array

બહુચરાજી : ચાર્જિંગમાં ભરાવી વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં કિશોરીનું ઘટના સ્થળે મોત

બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે બુધવારે સવારે મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.

ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી ઉઠતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આ ઘટનાની જાણ થતાં ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટનાને લઇ ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments