Monday, February 10, 2025
Homeબાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા મત વિસ્તારમાં આક્રોશ
Array

બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા મત વિસ્તારમાં આક્રોશ

- Advertisement -

ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી મિત્ર અને બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભા ચુંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અરવલ્લી જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે બે દિવસથી તેમના વિરુદ્ધ અનેક પોસ્ટ સોસ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે ત્યારે બાયડ-ધનસુરા રોડ પર વાત્રક હોસ્પિટલ નજીક આવેલા વાંટડા ગામે પીક-અપ સ્ટેન્ડ પર લગાવેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગ્રાન્ટના બોર્ડ પર અજાણ્યા શખ્શોએ કાળો કલર અને ઓઈલ રેડી રોષ વ્યક્ત કર્યો હતો.

બાયડ-માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યા પછી તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દેતા તેમના મત વિસ્તારમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.

ડેમાઈ જીલ્લા પંચાયત સીટના સદસ્ય કીર્તિ પટેલે સોસ્યલ મીડિયામાં વિધાનસભા-૨૦૧૭ માં કોંગ્રેસે ટિકિટ બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના કહેવાથી ટિકિટ ધવલસિંહ ઝાલાને ફેલાવતા આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે જીલ્લાપંચાયત,તાલુકા પંચાયત વિરોધ નોંધાવ્યો હતો એ પોસ્ટ શેર કરી . રાજકારણમાં ન આવવાની વાતો કરનાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સમાજના નામે કોંગ્રેસ પક્ષ માં પ્રવેશ કરી ધારાસભ્ય બનવા સમગ્ર ઠાકોર સમાજ તથા ઓ.બી.સી સમાજ ને છેતર્યો ત્યાર બાદ ધારાસભ્ય બની કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી કોંગ્રેસને છેતરી જો આ બંને માં સાચા ઠાકોર ના દિકરા નૂ લોહી અને તાકાત હોય તો અપક્ષ ચૂંટણી લડી બતાવે સહિતની પોસ્ટ થાકી ચાબખા માર્યા હતા.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular