Saturday, June 3, 2023
Homeગુજરાતવલસાડના સંજણ રેલવે ફાટક પાસે હત્યાના કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓના જામીન નામંજૂર

વલસાડના સંજણ રેલવે ફાટક પાસે હત્યાના કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓના જામીન નામંજૂર

- Advertisement -

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડયા હતા. તે કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં 4 આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજુકરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી એસ સૈનીએ 4 આરોપીઓના જામીન અરજી નામજુર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની ચાલી રહેલી કામગીરી દરમ્યન તાંબાના કેબલ નાખવાની કામગીરી સુધાકર નામનો કોન્ટ્રાકટરને સપવામાં આવી હતી. સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાનો ચાલી રહેલી કામગીરી ચાલી રહી હોવાની જાણ નજીકમાં આવેલા ભંગાર ગોડાઉન સંચાલક ઝાકીર શેખને થતા તેના કામદાર લક્ષ્મણ સાથે કટર લઈને કેબલ ચહેરો કરવા પહોંચ્યા હતા. જ્યાં ઝાકીરના કહેવા ઉપર લક્ષ્મણે કેબલ કપવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલવેના કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંજાણ રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા.

જ્યાં ઝાકીર ને અને લક્ષ્મણને પકડીને સુધાકર અને તેના માણસોએ માર માર્યો હતો અને ઝાકીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તે કેસમાં 6 આરોપીઓની ઉમરગામ પોલીસે ધરપકડ કરી હતી. તે કેસમાં સંડોવાયેલા આરોપી (1) પપ્પુ ઝવેરભાઈ સલાટ (2) મનહર ગોવિંદભાઈ ટંકારી (3) ભાવેશ મણીલાલ ટંકારી (4) પંકજભાઈ અંબુભાઈ દભાડિયા નાઓની ઉંમરગામ પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કર્યા બાદ આરોપીઓએ જામીન મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. તર અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી એસ સૈનીએ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular