ન્યૂ લોન્ચ : બજાજે ડિસ્ક બ્રેકવાળી સસ્તી પ્લેટિના બાઇક લોન્ચ કરી, 3 વેરિઅન્ટમાં આવતી આ બાઇક ₹59,373માં ખરીદી શકાશે

0
0

દિલ્હી. બજાજે તેની પોપ્યુલર બાઇક પ્લેટિના 100નું નવું ES (ઇલેક્ટ્રિક સ્ટાર્ટ) ડિસ્ક બ્રેક વેરિઅન્ટ લાઇનઅપ કર્યું છે. આ નવાં વેરિઅન્ટની કિંમત 59,373 રૂપિયા છે. હવે બાઇકને કુલ 3 વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. બે અન્ય વેરિઅન્ટ પ્લેટિના 100 KS એલોય ડ્રમ બ્રેક અને ES એલોય ડ્રમ બ્રેક છે.

પ્લેટિના 100ના તમામ વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટ કિંમત
પ્લેટિના 100 ES એલોય ડિસ્ક બ્રેક 59,373 રૂપિયા
પ્લેટિના 100 KS એલોય ડ્રમ બ્રેક 49,261 રૂપિયા
પ્લેટિના 100 ES એલોય ડ્રમ બ્રેક 55,546 રૂપિયા
  • બજાજે પ્લેટિના 100 ES એલોયના આ નવાં વેરિઅન્ટમાં ફક્ત ડિસ્ક બ્રેક જોડવામાં આવી છે. બાઇકના અન્ય ફીચર્સ અને સ્પેસિફિકેશન્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે કે, તેની ડિઝાઇન, મિકનિકલ પાર્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા.
  • આ બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ 102ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ 7.9hp પાવર અને 8.34Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
  • કંપનીનો દાવો છે કે આ બાઇક લિટર દીઠ 96.9 કિમીની એવરેજ આપે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 90 કિમી છે. બાઇકના ફ્રંટ અને રિઅરમાં ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે.
  • તેમાં 11 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે. બાઇકની લંબાઈ 2003mm, પહોળાઈ 713mm, ઉંચાઈ 1100mm છે. તેનું વ્હીલબેઝ 1255mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે.
  • ઇલેક્ટ્રિક સ્ટાર્ટ અને ડિસ્ક બ્રેક કોમ્બિનેશન સાથે હવે આ બાઇક વધારે અટ્રેક્ટિવ થઈ ગઈ છે. હવે આ બાઇક TVS Radeonને ટક્કર આપશે, જેની કિંમત 59,742 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here