અપગ્રેડ : બજાજ પ્લેટિના 110 H-Gear બાઇક BS6 મોડેલમાં અપગ્રેડ થઈ, કિંમતમાં 3,400 રૂપિયાનો વધારો કરાયો

0
14

દિલ્હી. બજાજ ઓટોએ BS કમ્પ્લાયન્ટ Platina 110 H-Gear બાઇક ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. BS6 Bajaj Platina 110 H-Gearની કિંમત 59,802 રૂપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે હવે આ બાઇક માત્ર એક વેરિઅન્ટ ડિસ્ક બ્રેકમાં જ મળશે કારણ કે, બાઇકનું ડ્રમ બ્રેક વેરિઅન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. BS4 મોડેલ કરતાં આ બાઇકનાં નવાં મોડેલની કિંમત 3,431 રૂપિયા વધારે છે.

અપગ્રેડેડ બજાજ પ્લેટિના 110 H-Gearમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે. બાઇકમાં જૂનું જ 115cc, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન નાખવામાં આવ્યું છે, જે હવે bs6 નોર્મ્સ અનુસાર છે. અપડેટેડ એન્જિન 8.44hp પાવર અને 9.81Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે. BS4 કરતાં આ એન્જિનનો પાવર થોડો ઓછો છે. BS4 વર્ઝનમાં આ બાઇક 8.5hp પાવર જનરેટ કરતી હતી.

ફીચર્સ

BS6 એનેજિન સિવાય આ બાઇકમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે કે તેની ડિઝાઇન, સાઇકલ પાર્ટ્સ અને ફીચર્સ પહેલાં જેવાં જ છે. આ કમ્પ્યૂટર બાઇકમાં LED DRL સાથે હેડલેમ્પ, બ્લેક એલોય વ્હીલ્સ અને ગિયર શિફ્ટ ગાઇડ સાથે ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ

બજાજ પ્લેટિના 110 H-Gear બાઇકના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં નાઇટ્રોક્સ ચાર્જ્ડ ટ્વીન સ્પ્રિંગ શોક અબ્ઝોર્બર્સ સસ્પેન્શન સિસ્ટમ આપવામાં આવી છે. તેમજ, બાઇકના ફ્રંટમાં 240mm ડિસ્ક બ્રેક અને રિઅરમાં 110mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. બાઇક બે કલર ઓપ્શન બ્લેક અને રેડમાં અવેલેબલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here