Tuesday, October 26, 2021
HomeBajaj Pulsarના 2 વેરિયન્ટ થશે લોન્ચ, કિંમત માત્ર આટલી
Array

Bajaj Pulsarના 2 વેરિયન્ટ થશે લોન્ચ, કિંમત માત્ર આટલી

Bajaj Pulsar 220F અને Bajaj Avenger 220ના ABS વેરિયન્ટ તાજેતર જ જોવા મળ્યા છે. હવે તેની કિંમતની જાણકારી પણ સામે આવી છે. ABSથી સજ્જ Pulsar 220Fની એકસ શો રૂમ કિંમત 1.05 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો ABS વાળી Avenger Street 220 અને Cruise 220ની કિંમત 1.02 લાખ રૂપિયા છે.

નોન ABS પલ્સર 220Fની સરખામણીમાં નવા વર્ઝનની કિંમત 7600 રુપિયા વધી છે. નોન ABS એવેન્જર બાઈક્સની કિંમતની સરખામણીમાં ABSવાળી એવેન્જર બાઈક્સની કિંમત 6700 રુપિયા વધારે છે. આ બાઈક્સમાં સિંગલ ચેનલ ABS આપવામાં આવ્યુ છે.

ABS સિવાય ત્રણે બાઇક્સની મિકેનિકલી કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. પલ્સર 220Fમાં 220 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 8,500rpm પર 20.9hpનો પાવર અને 7,000rpm પર 18.5Nm ટોર્ક જનરેટ કરે છે.

એવેન્જર 220 બાઈક્સમાં સિંગલ સિલિન્ડર, 220cc એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,400rpm પર 19hpનો પાવર અને 7,000rpm પર 17.5Nm ટોર્ક જનરેટ કરે છે. ABS સેફ્ટી ફિચરથી સજ્જ આ બાઇક્સ કંપનીની ડિલરશિપ પર પહોંચવા લાગી છે. કંપની ટૂંક સમયમાં જ તેમને ઓફિશ્યિલી લોન્ચ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments