રિ-સ્ટાર્ટ : બજાજે ફરી ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ શરૂ કર્યું, ઓનલાઇન બુકિંગ કરી શકાશે

0
9

દિલ્હી. બજાજ ઓટોએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક ઇલેક્ટ્રિકનુ વેચાણ ઓનલાઇન શરૂ કરી દીધું છે. લોકડાઉનના કારણે કંપનીએ આ સ્કૂટરનું પ્રોડક્શન અને તેનું વેચાણ બંધ કરી દેવું પડ્યું હતું. તેમજ, આ સ્કૂટરનું બુકિંગ પણ અટકાવી દેવામાં આવ્યું હતું. આ સ્કૂટરને ઇલેક્ટ્રિક બ્રાંડ Bajaj Urbanite હેઠળ રજૂ કરવામાં આવ્યું છે અને આ કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે.

બજાજ ચેતક જાન્યુઆરીમાં લોન્ચ થયું હતું

આ સ્કૂટરને કંપનીએ જાન્યારીમાં લોન્ચ કર્યું હતું. રેટ્રો સ્ટાઇલિંગવાળું આ સ્કૂટર બહુ સ્લિક અને સ્ટાઇલિશ દેખાય છે. તેને બનાવવામાં સોલિડ સ્ટીલ ફ્રેમ અને હાર્ડ શીટ મેટલી બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્કૂટરમાં LED હેડલાઇટ, LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યું છે. આ સ્કૂટર 6 કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ ગિયરનો પણ ઓપ્શન મળશે.

બેટરી અને પાવર

બજાજ ચેતકની ઇલેક્ટ્રિક મોટર 5.36 bhp પીક પાવર અને 16 Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરમાં 3kWh લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. આ સ્કૂટરને 1 કલાકમાં 25% અને 5 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. બજાજ ઓટો આ સ્કૂટર સાથે ગ્રાહકોને ચાર્જર પણ આપશે, જેને ટેક્નિશિયન ઇન્સ્ટોલ કરશે. કંપનીનો દાવો છે કે, ચેતકમાં આપવામાં આવેલી બેટરીની લાઇફ આશરે 70 હજાર કિમી છે.

બે રાઇડિંગ મોડ

બજાજ ચેતકમાં બે રાઇડિંગ મોડ ઇકો અને સ્પોર્ટ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, ફુલ ચાર્જ પર ચેતક ઇલેક્ટ્રિક મોડમાં 95 કિમીથી વધારે અને સ્પોર્ટ મોડમાં 85 કિમીથી વધારે ડ્રાઇવિંગ રેન્જ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here