બજાજની Avenger Street 160 બાઇકની કિંમતમાં ₹1,000નો વધારો કરાયો, નવી કિંમત 95,891 રૂપિયા

0
14

દિલ્હી. અનલોક થયા બાદ ઓટોમોબાઇલ કંપનીઓ લોકડાઉનના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા પોતાની પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો કરી રહી છે. અત્યાર સુધી સુઝુકી, હોન્ડા સહિત ઘણી કંપનીઓએ તેમની બાઇક્સના ભાવ વધારી દીધા છે. ત્યારે આ ક્રમને જાળવી રાખતા હવે બજાજ ઓટોએ પણ તેની એન્ટ્રી લેવલ ક્રૂઝર બાઇક Avenger Street 160ની કિંમત વધારી દીધી છે. કિંમતમાં વધારો થયા બાદ હવે Avenger Street 160ની કિંમત 95,891 રૂપિયા થઈ ગઈ છે. Avenger Street 160નું BS6 મોડેલ આ વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ થયું હતું. ત્યારબાદ આ બીજી વખત તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

એન્જિન ડિટેલ્સ

જો કે, કિંમતમાં વધારો કર્યા સિવાય બાઇકની ડિઝાઇન, ફીચર્સ અથવા મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. Avenger Street 160 બાઇકમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે 160cc, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,500 rpm પર 14.8 bhp પાવર અને 7,000 rpm પર 13.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન

Avenger Street 160ના ફ્રંટમાં 280 mm ડિસ્ક અને રિઅરમાં 130 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. બાઇક સિંગલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે. બાઇકના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં 5 સ્ટેપ અડજસ્ટેબલ ટ્વીન શોક અબ્ઝોર્બર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. Avenger Street 160 બાઇકનું વજન 160 કિલો છે. બજાજની આ ક્રૂઝર બાઇક બે કલર ઓપ્શન રેડ અને બ્લેકમાં આવે છે.

દેશની સૌથી સસ્તી ક્રૂઝર બાઇક

કિંમતમાં વધારો થયો હોવા છતાં Avenger Street 160 દેશની સૌથી સસ્તી એન્ટ્રી લેવલ ક્રૂઝર બાઇક બની ગઈ છે. Avenger Street 160 સિવાય બજાજે તેની લગભગ તમામ બાઇક્સની કિંમતમાં વધારો કર્યો છે, જેમાં પલ્સર 150, પલ્સર NS200, પલ્સર 180F, CT100, CT110 અને પ્લેટાના 100 વગેરે સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here