બગદાણાનું બજરંગધામ 7 મહિના બંધ રહ્યાં બાદ આજથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, તમામ નિયમોનું પાલન કરવું ફરજીયાત

0
0

કોરોનાની મહામારીના કારણે છેલ્લા 7 મહિનાથી બંધ રહેલું બગદાણાનું બજરંગધામ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભક્તો આજથી સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. પરંતુ કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે. મંદિરમાં હાલ વિરામ અને ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ફરી ખોલવાનો નિર્ણય કરાયો

આજથી ફરી બજરંગધામ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. આજથી 7 માસ અગાઉ મંદિરને કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર એવા બગદાણા ખાતે કોરોનાના કારણે ગુરુપૂર્ણિમા સહિતના તમામ ઉત્સવો 210 દિવસ જેટલો સમય બંધ રાખવામાં આવ્યા હતાં. ત્યારે બગદાણા ટ્રસ્ટી મંડળ દ્વારા આજથી સરકારની ગાઈડલાઈનને અનુસરી અને ફરી મંદિર ખોલવાનો નિર્ણય કર્યો છે.

સામુહિક પ્રસાદ હાલ બંધ રાખવામાં આવ્યો

આ મંદિર સવારે 7થી રાત્રીના 10 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. નિયત સમયે આરતી કરવામાં આવશે. જ્યારે સામુહિક પ્રસાદ હાલ બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે ભક્તો માટે માત્ર ચા-પાણીની વ્યવસ્થા હાલ શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે બાપાના દ્વાર ફરી ખુલતા ભક્તોમાં ભક્તિભાવ સાથે આનંદની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here