દહેગામ : ડુંગળી, લસણ ના ભાવ મા કડાકો , ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું

0
196

દહેગામ : ડુંગળી, લસણ ના ભાવ મા કડાકો , ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું . દહેગામમા ડુંગળી અને લસણના ભાવમા થયેલો ભડકો બજારોની કેટલીક હોટલોમા ડુંગળી પીરસવાની બંધ થવા પામી.

બાઈટ : રાજુભાઈ, ખેડુત

ગાંધીનગર જિલ્લાના દહેગામમા આવેલ શાકમાર્કેટમા હાલમા ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોચી જવા પામ્યા છે. ગામડાના ગરીબ પરીવાર માટે બાજરીનો રોટલો અને ડુંગળી મુખ્ય ખોરાક હતો. અને ડુંગળી પહેલા સાવ સસ્તી હતી પરંતુ હાલમા ડુંગળીનુ બજાર ઉંચુ આવી જતા હાલમા લસણ ૧ કીલોનો ભાવ ૮૦ થી ૧૦૦ રૂપીયા બોલાય છે ત્યારે ડુંગળીનુ બજાર ૩૦ રૂપીયે કીલો વેચાય છે. એટલે ડુંગળી અને લસણના ભાવમા ભારે ભડકો થતા તાલુકા અને શહેરની ગ્રુહીણીઓને બજેટ તો ખોરવાયા પરંતુ ગ્રુહીણીઓમા હવે આટલી મોંઘી ડુંગળી અને લસણ ખરીદતા પહેલા દસ વખત વિચાર કરવાનો સમય આવી ગયો છે.

આ ડુંગળીના ભાવ આસમાને જતા હાલમા દહેગામ શહેરમા આવેલી કેટલીક હોટલોમા ડુંગળી પીરસવાની પણ બંધ થઈ જવા પામી છે. એટલે દહેગામ શહેર શાકભાજી માટે સસ્તુ ગણાતુ હતુ પરંતુ હવે તાજી શાકભાજી માટે ખ્યાતી પામી ગયુ છે કારણ કે દહેગામ તાલુકાના આજુબાજુના ગામોના ખેડુતો તાજી શાકભાજી લઈને વેચાણ કરવા આવતા હોવાથી દહેગામમા તાજી શાકભાજી મળી રહે છે. આમ દહેગામ તાલુકા અને શહેરના લોકોમા જે ડુંગળી ખાવાનો ઉપયોગ વધી ગયો છે તે હવે લોકો વિચારીને ડુંગળી ખરીદતા જોવા મળી રહ્યા છે. અને કહેવાય છે કે હજી લસણનો ભાવ આસમાને પહોચે તેવી વેપારીઓ દ્વારા માહિતી સાંપડી છે.

બાઈટ : સુનીલ, ડુંગળી નો વેપારી

 

  • વેપારીઓ દ્વારા માહિતી મળી છે કે હાલમા લસણ ૮૦ થી ૧૦૦ રૂપીયે કીલોનો ભાવ ચાલે છે અને હવે તેનો ભાવ ડબલ થાય તેવી માહિતી જાણવા મળી છે
  • દહેગામ શાકમાર્કેટમા હાલમા ડુંગળી ૩૦ રૂપીયે કીલો વેચાઈ રહી છે
  • દહેગામ શહેર સસ્તી શાકભાજી માટે નહી પરંતુ તાજી શાકભાજી માટે ખ્યાતી પામ્યુ છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here