કોરોના સામેની લડાઇમાં બાલાજી વેફર્સ કંપનીએ 1 કરોડ તો ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 1.10 કરોડ આપ્યા

0
8
  • કંપનીના ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટરને ચેક આપ્યો 
  • ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો  

રાજકોટ. રાજકોટ સહિત દેશભરમાં નમકીન ક્ષેત્રે નામના ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કોરોના સામેની લડાઇમાં 1 કરોડનું દાન આપ્યું છે. જેમા મુખ્યમંત્રી રાહત ફંડમાં75 લાખ અને પ્રધાનમંત્રી કેર ફંડમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. કંપનીના ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો હતો. ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 1.10 કરોડ આપ્યા છે.

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર આપ્યો

કોરોના વાઇરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. આ સંજોગોમાં સરકારને મદદરૂપ થવાના આશયથી ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકર ઓઝાએ જિલ્લાના તમામ શિક્ષક ભાઈ-બહેનોને 1 દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં આપવાની અપીલ કરી હતી. આ પ્રસ્તાવને વધાવી લેતાં જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાની જાહેરાત કરી છે. ભાવનગર જિલ્લાના કુલ 7,500 પ્રાથમિક શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ 100 સી.આર.સી-બી.આર.સી કર્મીઓએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અનુદાન કરવાની જાહેરાત કરી છે. જે રકમ 1 કરોડ 10 લાખ રૂપિયા જેટલી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here