સરકારી કચેરીઓમાં 31 માર્ચ 2021 સુધી તમામ ખરીદી બંધ, ફોન, લેપટોપ, કૂલર, AC, ફર્નિચર, પ્રિન્ટરની ખરીદી પર પ્રતિબંધ

0
0

કોરોના સંક્રમણના સમયમાં સરકારની આર્થિક સ્થિતિ નાજુક હોવાથી કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવી ખરીદી બંધ કરી દેવામાં આવી છે, જેમાં એવું કહી શકાય કે પીવાના પાણીના ગ્લાસની ખરીદીમાં પણ નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં, આ પ્રકારના પ્રતિબંધના આદેશનું પાલન માર્ચ 2021 સુધી કરવું પડશે.

નાણાં વિભાગ દ્વારા મોટા ભાગની ખરીદી 31મી માર્ચ 2021 સુધી સ્થગિત
રાજ્યના નાણાં વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક પછી તેણે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાના આદેશ કર્યા છે, જેથી સરકારી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે. નાણાં વિભાગે મોટા ભાગની ખરીદી 31મી માર્ચ 2021 સુધી સ્થગિત કરી દીધી છે.

ઝેરોક્સ, એસી, મોબાઇલ ફોન, લેપટોપ સહિતની મશીનરી પર પ્રતિબંધ
તમામ સરકારી વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવાં વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ સાધનો, જેવાં કે કમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્સ, એસી, મોબાઇલ ફોન, લેપટોપ, કૂલર અને આઇટી સંલગ્ન મશીનરીની ખરીદી પર 31 માર્ચ 2021 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઇપણ ઓફિસમાં નવું ફર્નિચર વસાવી શકાશે નહીં.

તમામ કચેરીના માસિક વીજબિલમાં ઘટાડો થાય એવા પ્રયાસ
જો ખરીદી માટેના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હોય તો એને 31મી માર્ચ 2021 સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપરાશ કરકસરયુક્ત થવો જોઇએ. તમામ કચેરીએ માસિક વીજબિલમાં ઘટાડો થાય એવા પ્રયાસ કરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here