સુરતથી આવતી ST બસોને અમદાવાદમાં પ્રવેશ પર પાબંધી, AMC હદમાં નહીં મળે પ્રવેશ

0
5

સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને AMC દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ શરૂ કરાયું છે.

સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. ત્યારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટ AMC દ્વારા ઉભી કરવામાં આવી છે. અહીં સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 574 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 23 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે,  શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને સુરત અને અમદાવાદ વચ્ચે આવતી જતી તમામ એસટી બસ સેવાને હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. સુરતથી અમદાવાદ શહેરમાં જતી ST બસ બંધ કરી દેવમાં આવી છે. મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસોને પણ અમદાવાદ શહેરમાં પ્રવેશ નહીં મળે. સૌરાષ્ટ્ર તરફ જતી દરેક બસ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here