કોરોના વિશ્વમાં:13 યુરોપિયન દેશોમાં UKથી આવનારા લોકો પર પ્રતિબંધ, USમાં 44 લાખ કરોડ રૂપિયાના રાહત ફન્ડને મંજૂરી

0
0

એક તરફ, વિશ્વ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, જોકે મહામારીનું જોખમ હજી પણ ઘટ્યું નથી. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે. અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. લંડનમાં લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોઈ શકે છે, જ્યારે 13 યુરોપિયન દેશ- ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે UKથી આવનારી ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.

વિશ્વમાં કોરોનાના 7 કરોડ 71 લાખ 69 હજાર 359 કેસ થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 5 કરોડ 40 લાખ 88 હજાર 483 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં મહામારીથી 16 લાખ 99 હજાર 560 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

ફોટો લંડનના સેન્ટ પેંક્રાસ ઈન્ટરનેશનલ સ્ટેશનની છે.
ફોટો લંડનના સેન્ટ પેંક્રાસ ઈન્ટરનેશનલ સ્ટેશનની છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 18,267,579 324,869 10,622,082
ભારત 10,056,248 145,843 9,605,390
બ્રાઝિલ 7,238,600 186,773 6,245,801
રશિયા 2,848,377 50,858 2,275,657
ફ્રાન્સ 2,473,354 60,549 183,806
યુકે 2,040,147 67,401 ઉપલબ્ધ નથી
તુર્કી 2,024,601 18,097 1,800,286
ઈટાલી 1,953,185 68,799 1,261,626
સ્પેન 1,817,448 48,926 ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના 1,541,285 41,813 1,368,346

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here