Friday, December 2, 2022
HomeદેશPFI પરનો પ્રતિબંધ યોગ્ય નથી : ઓવૈસી

PFI પરનો પ્રતિબંધ યોગ્ય નથી : ઓવૈસી

- Advertisement -

પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા એટલે કે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણયનો AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે, પીએફઆઈની વિચારધારાનો અમે પહેલેતી જ વિરોધ કરતા આવ્યા છે પણ તેના પર પ્રતિબંધ યોગ્ય નથી. અપરાધ કરનારા કેટલાક લોકોના કારણે આખા સંગઠનને પ્રતિબંધિત કરવામાં આવે તે યોગ્ય નથી. સરકાર જમણેરી એટલે કે હિન્દુવાદી સંગઠનો પર ક્યારે આ પ્રકારનો બેન મુકશે? આ પ્રકારના સંગઠનોને કેમ સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે?

તેમણે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યુ છે કે, કોઈને દોષી ઠેરવવા માટે તે કોઈ સંગઠન સાથે જોડાયેલો હોય તે પૂરતુ નથી. આ પ્રતિબંધ ખતરનાક એટલા માટે છે કે, આ કોઈ પણ મુસ્લિમ પરનો પ્રતિબંધ છે જે પોતાના મનની વાત કહેવા માંગે છે. ભારત હવે ફાસીવાદની નજીક પહોંચી રહ્યુ છે. ભારતના કાળા કાયદા યુએપીએ હેઠળ હવે મુસ્લિમ યુવાઓને પીએફઆઈના પેમ્ફ્લેટ સાથે પકડવામાં આવશે.

ઓવૈસીએ કહ્યુ હતુ કે, અગાઉ પણ કોર્ટોએ નિર્દોષ છોડયા છતા મુસ્લિમોને દાયકા જેલમાં વિતાવવાનો વારો આવ્યો હતો. મેં યુએપીએ કાયદાનો વિરોધ કર્યો છે અ્ને  ભવિષ્યમાં પણ કરતો રહીશ. આ કાયદો સ્વતંત્રતાના સિધ્ધાંતનુ ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે બનાવાયેલો કાયદો ભાજપે વધારે આકરો બનાવ્યો ત્યારે કોંગ્રેસે તેનુ સમર્થન કર્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular