પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ બૅન, તેમના સમર્થકોથી ભરપૂર એપ્સ પર પણ તેની અસર જોવા મળી

0
3

અમેરિકામાં સંસદમાં અને બહાર થયેલી હિંસાના પડઘા હવે સોશિયલ મીડિયા એપ્સ પર પડવા લાગ્યા છે. એક તરફ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ બૅન થવા લાગ્યા છે. તો તેમના સમર્થકોથી ભરપૂર એપ્સ પર પણ તેની અસર જોવા મળી રહી છે. પરિણામે ગૂગલે પ્લે સ્ટોર પરથી અમેરિકન માઈક્રોબ્લોગિંગ સાઈટ Parler બૅન કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે એપ પર લોકોની ભડકાઉ પોસ્ટને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

ગૂગલે એપ બૅન કરતાં જ એપલે પણ Parlerને ચેતવણી આપતાં 24 કલાકમાં મોડરેશન પ્લાન સબમિટ કરવા માટે કહ્યું છે. જોકે તેમાં એવા યુઝર્સની ડિટેલ પોઈન્ટ આઉટ કરવામાં આવી છે જેમણે સંસદનો ઘેરાવો કરી હિંસા ફેલાવવા માટે આ સર્વિસનો ઉપયોગ કર્યો હતો.

એપ બૅન કરવા માટે ગૂગલનું કારણ

ગૂગલે એપ બૅન કરવા માટેના નિવેદનમાં જણાવ્યું કે, એપ ડિલિવરી માટે અમારા માટે આવશ્યક છે કે એપ નોંધપાત્ર કન્ટેન્ટ્સ માટે મોડરેશન લાગુ કરે. પબ્લિક સેફ્ટી થ્રેટના સમયમાં અમે એપને સસ્પેન્સ કરી રહ્યા છે જ્યાં સુધી એપ યોગ્ય પગલાં ન લે.

એપલની ચેતવણી

એપલે એપને 24 કલાકની ચેતવણી આપતા કહ્યું કે, એપ પરથી તમામ વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવામાં આવે સાથે જ લોકોને નુક્સાન પહોંચાડવું અથવા સરકારી મિલકત પર હુમલો કરવા માટે સૂચન આપતા કન્ટેન્ટને હાલ અને આગામી સમયમાં પણ દૂર કરવામાં આવે. એપલે કંપનીને આવા કન્ટેન્ટ દૂર કરવા માટેનો પ્લાન પણ લેખિતમાં માગ્યો છે.
એપના CEO જોન માત્ઝેએ કહ્યું કે, એપલે કંપનીને એવા સ્ટાન્ડર્ડ્સ અપ્લાય કરવા કહ્યું છે કે જે તે પોતે કરી શકતી નથી.

Parler એપ

આ એપ એક અમેરિકન માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે. તે વર્ષ 2018માં લોન્ચ થઈ છે. મોટે ભાગે તેના યુઝર્સ ડ્રમ્પ સમર્થકો છે. આ એપ પર નવેમ્બર 2020 સુધી 40 લાખ એક્ટિવ યુઝર્સની સંખ્યા હતી.