બનાસકાંઠા : સાસણ ગામે માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં પાણીના ટાંકામાંથી મળ્યો મૂર્તદેહ

0
124

ગઢ તાલુકાના સાસણ ગામે માતા પુત્રનો શંકાસ્પદ હાલતમાં પાણીની ટાંકામાંથી મૂર્તદેહ મળતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે માતા પુત્રની મોત પર પિયરપક્ષે સાસરી પક્ષના લોકો ત્રાસ આપતાં આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠા : સાસણ ગામે માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં પાણીના ટાંકામાંથી મળ્યો મૂર્તદેહસાસણ ગામે રહેતા નયનાબેન ઠાકોર અને પુત્ર આર્યનનો ઘરના પાણીના ટાંકામાંથી જ શંકાસ્પદ હાલતમાં મૂર્તદેહ મળ્યો હતો જે બાદ પિયરપક્ષને જાણ કરવામાં આવી હતી. માતા પુત્રની મોત બાદ ગામમાં પિયરપક્ષનો કલ્પાંત જોવા મળ્યો હતો જોકે પિયરપક્ષે પતિ સાસુ સસરા દ્વારા અવારનવાર દીકરીને ત્રાસ આપાતો હોવાના આક્ષેપ કર્યા હતાં વારંવાર ત્રાસથી કંટાળી નયનાબેને આત્મહત્યા કરી હોવાનું પણ પિયરપક્ષના સ્વજનોએ આરોપ લગાવ્યા હતા. જોકે હાલમાં ગઢ પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે માતા પુત્રની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here