સુઇગામ સીધાંડા કસ્ટમ રોડ પર ભારે વાહનોના પ્રતિબંધના જાહેરનામાનો સરેઆમ ભંગ

0
22

સુઇગામ સીધાંડા કસ્ટમ દ્વિ-માર્ગીય રોડને ફોરલેન કરવા માટે ટેન્ડર જાહેર થયેલ છે. જે અંતર્ગત રોડની કામગીરીમાં અડચણ પેદા ન થાય તે માટે હાઇવે પર બે માસ અગાઉ ભારે વાહનના અવર-જવર પર પ્રતિબંધ મુકેેલ છે. પરંતુ રોડનું પેવરિંગ કરનાર એજન્સીનું કામ ધીમું હોઇ એ બે માસમાં રોડની સાઇડોના કટિંગ સિવાયની કોઇ કામગીરી થયેલ ન હતી. બાદમાં કાર્યપાલક ઈજનેર (સ્ટેટ)ની 6 મેં ની દરખાસ્તને પગલે પાટણ જિલ્લાની હદ સુધીમાં 17 પાઇપ ડ્રાઈન(નાળાકામ), 6 બોક્સ કન્વર્ટ તેમજ 1 વેંટેન્ડ કોઝ-વે ની કામગીરી કરવાની થતી હોઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા 15 જુલાઇથી 31 ઓગસ્ટ સુધી સુઇગામથી દુદોસણ સુધીના 20.750 કી.મી.રસ્તા પર ભારે વાહનો ચલાવવા પર 18 જુલાઇના પત્રથી મનાઈ ફરમાવેલ અને આગામી ચોમાસા પહેલા કામ પૂરું કરવાનો આદેશ જારી કરવા છતાં આજદિન સુધી વિનારોકટોક ભારે વાહનોની આવ-જા ચાલુ રહેતાં જિલ્લા કલેકટરના જાહેરનામાના સરેઆમ ધજીયા ઉડી રહ્યાં છે. જવાબદાર પોલીસ તંત્ર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને જાણે ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here