ચોમાસું : બનાસકાંઠામાં મેધમહેર વચ્ચે ઉપરવાસથી પાણી આવ્યું, બનાસ નદી બે કાંઠે થઈ

0
51

પાલનપુર: રવિવારથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર વરસી રહી છે. ત્યારે ઉપરવાસના વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા. જેને પગલે બનાસના નવા નીર જોવા લોકો બ્રીજ પર દોડી ગયા હતા.
બનાસકાંઠાના વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા
બનાસકાંઠાના વાવમાં ગઈકાલે રાતે 8 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજ સુધી સાડા 9 ઇંચ વરસી ચૂક્યો છે. બનાસકાંઠામાં 2017માં આવેલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ માઇનોર કેનાલો તૂટી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાયાછે. જ્યારે વાવનું મોરિખા ગામ બેટમાં ફેરવાયું છે. જ્યારે હરિપુર ગામમાં પાણી ઘરોમાં ઘુસ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here