પાલનપુર : રખડતાં કૂતરાંનો મામલો પાલિકાની સભામાં ગાજ્યો

0
58

પાલનપુરઃ પાલનપુરમાં બુધવારે સાંજે યોજાયેલી સામાન્યસભામાં રખડતાં કૂતરા અને ગાયો મામલો ગાજ્યો હતો.જેમાં વિપક્ષના નેતાએ કહ્યું કે આ એજન્ડામાં શહેરમાં ગાય,કુતરા,ભુંડ પકડવા પાછળ આશરે રૂ.44 હજાર ખર્ચ બતાવવામાં આવ્યો છે.પરંતુ શહેરમાં ગાયો કૂતરાઓ તેમજ ભૂંડોનો ત્રાસ યથાવત છે.સભા દરમિયાન મુખ્ય 25 એજન્ડા માંથી 2 એજન્ડામાં વિરોધ પક્ષે આક્ષેપો કરતાં પ્રમુખે એક સાથે નંબર બોલી તમામ એજન્ડાને બહાલી આપી વિરોધ પક્ષના હોબાળા વચ્ચે જ સમેટી લીધી હતી.

પાલનપુર પાલિકામાં સભામાં પ્રથમ ગત સાધારણ સામાન્ય સભાના એજન્ડાની ઘોષણા કરતા શાસક પક્ષના એક સદસ્યએ અગાઉના કામોની ફાઇલો વારંવાર માંગવા છતાં ન આપી હોવાના આક્ષેપો કર્યા હતા.તે બાદ બીજા એજન્ડામાં પાલિકાના આવક ખર્ચના આંકડાઓને બહાલી આપવાનું ઘોષિત કરતાં જ વિરોધ પક્ષના નેતા આશાબેન રાવલે જણાવ્યું હતું કે આ એજન્ડામાં શહેરમાં ગાય,કુતરા,ભુંડ પકડવા પાછળ આશરે રૂ.44 હજાર ખર્ચ બતાવવામાં આવ્યો છે.

પરંતુ શહેરમાં ગાયો કૂતરાઓ તેમજ ભૂંડોનો અડિંગો યથાવત છે જે સાંભળતા જ પ્રમુખે લૂલો બચાવ કરતાં 26મી જાન્યુઆરીએ સી.એમના આગમન સમયે ગાયો પકડી હોવાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.જે સાંભળી વિરોધ પક્ષના નેતાએ શહેરીજનોની સુખાકારી માટે શહેરમાં વધતા જતા ગાય કૂતરાઓને પકડી યોગ્ય નિકાલ કરવાની માંગ ઉચ્ચારી હતી.તે બાદ એજન્ડા કોપીમાં દર્શાવેલા ચીફ ઓફિસરની ઇન્ડીગો ગાડીના દિવસ દરમિયાન રૂ.1165ના ડીઝલ ઓઇલ ખર્ચ સામે આંગળી ચિંધતા વિરોધ પક્ષના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

તે બાદ શહેરમાં પાણીના ટાંકાની સફાઈ સમયે સુપરવાઇઝરોની સહી ન લેવાતી હોવાના આક્ષેપો કરી વિરોધ પક્ષના નેતાએ ફક્ત બિલ બનાવાતા હોવાનો આક્ષેપ કરતાં પ્રમુખ અકળાઇ ગયા હતા.અને”જો આક્ષેપો કરશો તો સભા નહીં ચાલવા દઉ” કહી એજન્ડા વાંચી સંભળાવવાની જગ્યાએ ફક્ત નંબર બોલી શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના હોબાળા વચ્ચે જ તમામ કામોને બહાલી આપી દઈ સામાન્ય સભા સમેટી લેવાતા વિરોધ પક્ષે ભારે નારાજગી દર્શાવી હતી.

મુખ્ય આ કામોને બહાલી મળી
– પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધીકારીએ શહેરમા ટ્રાફીક પોલીસી નક્કી કરી કાર્યવાહી કરવા જણાવતા તે બાબતે યાગ્ય નિર્ણય લેવા
– ફાયર વિભાગનુ મહેકમ મંજુર કરાવવા સરકારને દરખાસ્ત કરવા નિર્ણય લેવા
– 14મા નાણા પંચમા બનેલા નવા 21 બોરોની ઓરડીઓ બનાવવા
– મુખ્ય નિયોજક ગાંધીનગરની કચેરી માથી નિમણુક થયેલા એન્જીનીયરને સરકારમા પરત મોકલવા
– પાલનપુરના જહાનારા બાગ નજીક બનેલા ટાઉનહોલ બુકીંગ કરવા માટે નિયમો મંજુર કરાયા
– પાલનપુર પાલીકાની બોલેરો ગાડી ફાયર અને ઇમરજન્સી શાખાને ફાળવી નવી ગાડી ખરીદવા
– પાલનપુરના નેશનલ હાઇવે વચ્ચે ડીવાઇડર પર સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા સહીત કુલ 25 કામોને બહુમતીથી મંજુરી અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here