બનાસકાંઠા : યાત્રા ધામ અંબાજી મા આજ રોજ પક્ષાલન વિધી દ્વારા અંબાજી મંદિર ની સાફ સફાઈ કરવામાં આવી

0
78
શક્તિ ભકતી અને સાહિત્ય નો બેજોડ સંગમ એટલે કે યાત્રા ધામ અંબાજી આપ સો જોણો છો કે હાલ મા બે દિવસ પહેલાં જ ભાદરવી પુનમ નો મહા મેળો પૂરો થયો છે અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પક્ષાલન વીધી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી મંદિર ના ગરભગુહ અને ચાચર ચોક વગેરે આખા મંદિર ને ધોઈ અને સફાઈ કરવામાં આવી હતી આ પ્રથા દાંતા સ્ટેટ દરબાર ના વખતે થી ચાલતી આવતી છે.
આ શુભ અવસરે લાભ લેનાર દેશ ના ખૂણે ખૂણે થી મા અંબા ના ભકતો આવ્યા હતા અને તેઓ આ મંદિર ને ધોઈ અને સફાઈ કરી પોતા ને પુણ્ય શાળી માને છે આ શુભ અવસરે અંબાજી મંદિર ના વહીવટદાર સાહેબ શ્રી સુરેન્દ્ર સિંહ જી ચાવડા સાહેબ અને અંબાજી મંદિર ના કર્મચારીઓ અને  સમસ્ત સ્ટાફ ગણ હાજર રહા હતા.
   
આ પક્ષાલન વીધી મા જગત જનની મા અંબા નુ યંત્ર વર્ષ મા એક વખત જ નીકળવામાં આવે છે અને એની પક્ષાલન વીધી ભટજી મહારાજ દ્વારા જ કરવામાં આવે છે
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here